Sun. Sep 8th, 2024

આજે વર્લ્ડ રેડ ક્રોસ ડે : દર વર્ષે 8 મેના રોજ વર્લ્ડ રેડ ક્રોસ ડે મનાવવામાં આવે છે જાણો, આ દિવસનો મુખ્ય હેતુ

વર્લ્ડ રેડક્રોસ દિવસનો ઇતિહાસ

રેડ ક્રોસ સંસ્થા વિશ્વવ્યાપી છે. વિશ્વના પ્રથમ વિશ્વયુદ્વ બાદ શાંતિ સ્થાપવા રેડ ક્રોસનો મહત્વનો ફાળો રહ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્વના કારણે તબાહી સર્જાઇ હતી. યુદ્વના કારણે અનેક લોકો શારીરિક યાતનાઓ અને રોગના ભોગ બન્યા હતા. જેઓની સેવા કરવા રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. રેડક્રોસ સોસાયટીના સ્થાપક સહ જીન હેનરીનો જન્મ 8 મે, 1928માં થયો હતો. આથી, તેઓના જન્મદિનની યાદગીરીરૂપે વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રેડક્રોસના ચિહ્નને સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મળી છે.

રેડક્રોસ સોસાયટીનું મિશન લોકોને માનવતાવાદી પ્રવૃત્તિઓ કરવા પ્રોત્સાહન આપવાનું છે. રેડક્રોસ કાર્યક્રમો ચાર મુખ્ય ક્ષેત્રોમાં વિભાજીત છે. જેમાં માનવીય સિદ્ધાતો અને મૂલ્યોનું ઉત્તેજન, કુદરતી આપત્તિ વખતે પ્રતિક્રિયા આપવી, કુદરતી આપત્તિ વખતે તૈયારી કરવી, સ્વાસ્થ્ય અને સમુદાયની દેખરેખ રાખવીનો સમાવેશ થાય છે. આ દિવસનો મુખ્ય હેતુ દર વર્ષે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાના હેતુથી અભૂતપૂર્વ યોગદાન આપનારા સ્વયંસેવકોને સમર્પિત કરવા માટે ઉજવવામાં આવે છે.

તેમજ રેડક્રોસ સોસાયટીના સાત સિદ્ધાંતો – માનવતા, નિષ્પક્ષતા, તટસ્થતા, સ્વતંત્રતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને સાર્વભૌમિકતામાં માને છે.

રક્ત વિષે ઉપયોગી માહિતી

લેબોરેટરી દ્વારા એકત્ર કરાતા રકતની 4 પ્રકારના રકતની વ્યાખ્યા કરવામાં આવી છે. જેમાં સરળતાથી ઉપલબ્ધ થતા લોહીમાં પીસીવી (સાદુ લોહી), જે લેબોરેટરીમાં 35 દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે. પ્લેટલેટ લોહીને ફકત 5 દિવસ સુધી જ સંગ્રહિત કરી શકાય છે. જયારે એફ.એફ.પી. (પ્લાઝમા) લોહીને 1 વર્ષ સુધી જાળવી શકાય છે અને પી.આર.પી. (પ્લેટલેટ ડીસ પ્લાઝમા)ને માત્ર 1 દિવસ જ જાળવી શકાય છે. રકતદાન કેમ્પોમાંથી એકત્ર કરાતા લોહીને રેડક્રોસ સોસાયટી દ્વારા વિવિધ પરીક્ષણોમાંથી પસાર કરવામાં આવે છે. જેમાં લોહીનું એચ.આઇ.વી. પરીક્ષણ, મેલેરિયા, ઝેરી કમળો સહિતના પરીક્ષણ સાથે લોહીને જંતુમુકત બનાવવામાં આવે છે.

Related Post

Verified by MonsterInsights