જે લોકો કેરલમાં ફ્રેશ અને આરામદાયક માહોલમાં કામ કરવા ઈચ્છે છે તેમના માટે આ એક સારો વિકલ્પ છે, જોકે તેના માટે પેમેન્ટ કરવું પડશે. આઈઆરસીટીસીએ બુધવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, પેકેજ કોરોના રોગચાળા સામે લડનારાઓને આનંદદાયક વિકલ્પ પ્રદાન કરશે. પાંચ રાતની કિંમત 10,126 રૂપિયા હશે.
IRCTC એ કોરોના મહામારીમાં ઘરેથી કામ કરીને કંટાળી ગયેલા લોકો માટે એક નવું પેકેજ લાવ્યું છે. કેરલમાં ‘વર્ક ફ્રોમ હોટલ’ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
કેરલના મુન્નાર, થેકડ્ડી, કુમારકોમ, એલેપ્પી, કોવાલમ, વાયનાડ અને કોચીન હોટલના રૂમ ‘વર્ક ફ્રોમ હોટલ’ માટે પસંદ કરી શકાય છે. ઓછામાં ઓછા પાંચ દિવસ માટે પેકેજ લેવાનું રહેશે. બાદમાં તેને લંબાવી શકાય છે.
આ પેકેજ અંતર્ગત કેરલમાં હોટલના રૂમમાં પાંચ રાત માટે વ્યક્તિ દીઠ પેકેજ 10,126 રૂપિયાથી શરૂ થશે. આ રૂમમાં ત્રણ લોકો રોકાશે. ત્રણેયને અલગ-અલગ ભાડું આપવાનું રહેશે. પેકેજની રકમમાં ત્રણ ટાઈમ ભોજન, બે વખત ચા / કોફી, ફ્રી વાઇ-ફાઇ, વાહન પાર્કિંગની જગ્યા અને મુસાફરી વીમો શામેલ છે.