કોવિડ-19ના દર્દીઓની સારવાર માટેના ક્લિનિકલ પ્રોટોકોલમાંથી પ્લાઝમા થેરાપીને પડતી મૂકવાનો નિર્ણય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ ઓફ મેડિકલ રીસર્ચ દ્વારા લેવામાં આવ્યો છે.
કોરોનાના દર્દીઓની સારવારમાં પ્લાઝમા થેરાપી ખાસ અસરકારક નહીં હોવાનો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઇસીએમઆર)ના ટાસ્ક ફોર્સના સદસ્યો દ્વારા તાજેતરમાં જ એવો મત રજૂ કરવામાં આવ્યો હતો. જેના આધારે કોરોનાના દર્દીઓની સારવારમાંથી પ્લાઝમા થેરાપીની બાદબાકી કરવાનો નિર્ણય લેવાયો છે.
ગત સપ્તાહે આઇસીએમઆરના વડા બલરામ ભાર્ગવ અને એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાને લખેલા પત્રમાં તબીબી તજજ્ઞાો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે હાલના પુરાવાના આધારે પ્લાઝમા થેરાપી અસરકારક છે તેમ પુરવાર થતું નથી.
કોરોનાના જે પણ દર્દીને પ્લાઝમા થેરાપી આપવામાં આવે છે તેમનામાં એન્ટિ બોડી ઓછી થતી હોવાનું જણાઇ રહ્યું છે. પ્લાઝમા થેરાપીનો અતાર્કિક રીતે જે વધારે પડતો ઉપયોગ કરવામાં આવીૂ રહ્યો છે તેના કારણે નવા સ્ટ્રેઇન તૈયાર થવાની સંભાવના રહેલી છે.