Sun. Sep 8th, 2024

સોશિયલ મીડિયામાં મુકાતી પોસ્ટ નાગરિકનો મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટ

IT એકટની 66-A કલમ ગેરવ્યાજબી : પોસ્ટ મુકવા બદલ બાબા ધરપકડ નહીં કરી શકાય
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે આઈટી એકટની 66 અને 66-એ કલમ બંધારણની કલમ 19(1)-એ દ્વારા નાગરિકોને આપવામાં આવેલ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. નોંધનીય છે કે 19(1)- એ ભારતના દરેક નાગરીકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. કોર્ટના આદેશ બાદ ફેસબુક, ટ્વિટર, લિંકડ ઇન, વોટ્સએપ, જેવા સોશિયલ મીડિયા માધ્યમો પર કોઈ પોસ્ટ મુકવા બદલ કોઈની ધરપકડ કરવામાં આવશે નહીં.

અગાઉ, કલમ 66-એ હેઠળ પોલીસને ઇન્ટરનેટ પર જે લખાયું હોય તેના આધારે કોઈપણની ધરપકડ કરવાનો અધિકાર હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં આઈટી એક્ટની કલમ 66-એ ને પડકારવામાં આવી હતી. ચુકાદાને મોટી જીત ગણાવતા અરજદાર શ્રેયા સિંઘલે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ લોકોની વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્રતાના અધિકારને સમર્થન આપ્યું છે.

Related Post

Verified by MonsterInsights