રાજ્યમાં સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. રાજ્યમાં આજે પેટ્રોલમાં પ્રતિ લીટરે 25 અને ડિઝલમાં પ્રતિ લીટરે 25 પૈસાનો વધારો થયો છે.સૌથી ચિંતાજનક વાત તો એ છે કે રાજ્યમાં પેટ્રોલ કરતા ડીઝલની કિંમત વધુ જોવા મળી રહી છે. અમદાવાદમાં પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત 91.54 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લીટરે 91.99 રૂપિયા પહોંચી ગઈ છે.
ગાંધીનગરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.74 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 92.19 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. આ તરફ રાજકોટમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે 91.31 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટરે 91.79 રૂપિયા પર પહોચી ગઈ છે.
વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 91.21 રૂપિયા અને ડિઝલમાં પ્રતિ લીટરે 91.66 રૂપિયા પર પહોંચી ગયો છે. જામનગર શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.46 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે. જો ડીઝલ 91.92 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જૂનાગઢ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 92.14 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 92.61 રૂપિયા પ્રતિ લીટરે છે.
સુરતમાં પેટ્રોલની પ્રતિ લીટરે કિંમત 91.55 રૂપિયા જ્યારે ડીઝલ પ્રતિ લીટરના 92.03 રૂપિયા પર પહોંચી ગઈ છે. છેલ્લા 18 દિવસમાં પેટ્રોલની કિંમતમાં4.17 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે અને છેલ્લા બે દિવસની વાત કરીએ તો બે દિવસમાં 56 પૈસા પ્રતિ લિટર પેટ્રોલ મોંઘુ થયું છે.