ગુજરાત સહિત દેશભરમાં હજી પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. આજે પેટ્રોલની કિંમત 34 પૈસા અને ડીઝલની કિંમતમાં 18 પૈસાનો વધારો થયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 96.37 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 96.24 રૂપિયા થયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત
રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 99.51 રૂપિયા છે. મોંઘવારી એવી માઝામૂકી છે કે સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અસહ્ય વધારો, સામાન્ય માણસના ખિસ્સા પર ભારણ વધશે.
પેટ્રોલ પર પ્રતિ લિટર 34 પૈસા અને ડીઝલ પર 18 પૈસાનો વધારો
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ 96.37 પર પહોંચી ગયો
અમદાવાદમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર 96.24
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ 96.37 રૂપિયા પર પહોંચી ગયો
પાંચ રાજ્યોમાં ચૂંટણી બાદ 4 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 4 મે બાદ 34 વખત પેટ્રોલ અને 33 વખત ડીઝલના ભાવમાં વધારો થયો છે.