રાજસ્થાન એલિજીબિલિટી એક્ઝામ ફોર ટીચર્સ (રીટ)ની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. ચપ્પલમાં બ્લુટૂથ લગાવીને ગેરરીતિ કરનારા સહિત પાંચની ધરપકડ કરવામાં આવી હતી.રાજસ્થાનમાં સરકારી શિક્ષકોની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં સાવ અલગ ગેરરીતિના મામલા સામે આવ્યા હતા. ચોરી કરવા માટે પરીક્ષાર્થીઓએ છ લાખ રૂપિયાના ચપ્પલ બનાવ્યા હતા.
પહેલો કેસ અજમેરમાં પકડાયો પછી પોલીસે આખા રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને કુલ પાંચની ધરપકડ કરી હતી.ચપ્પલમાં એક રીતે આખો મોબાઈલ જ બનાવાયો હતો. એની સાથે એક માઈક્રોચીપ કાનમાં લગાવી શકાય એવી પણ વ્યવસ્થા હતી. ન દેખાય એવી સાવ નાની માઈક્રોચીપ કાનમાં નાખીને એ રીતે ચોરી કરતા હતા.આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ રાજસ્થાન પોલીસે શરૂ કરી હતી.