Pneumonia coronavirus

ચીનના ઉત્તર અને પશ્વિમી પ્રાંતોમાં કોરોનાના કેસોની સંખ્યા વધી ગઈ હતી. છેલ્લાં પાંચ દિવસથી કોરોનાના કેસમાં વધારો થતાં ચીને ફ્લાઈટો રદ્ કરી દીધી હતી. શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને લોકોનું પરીક્ષણ શરૂ કર્યું છે. ઝિયાન અને લેન્ઝાઉના એરપોર્ટની ૬૦ ટકા ફ્લાઈટ્સ રદ્ થઈ હતી. તે ઉપરાંત પર્યટન સ્થળો, સિનેમાગૃહ સહિતનું બંધ કરવામાં આવ્યું હતું. લાંઝૂઓમાં પ્રવાસીઓ આવ્યા પછી કોરોના ફેલાયો હતો.

આ શહેરની વસતિ ૪૦ લાખ જેટલી છે. આખા શહેરમાં બહાર ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે અને હળવા નિયંત્રણો પણ લગાવી દેવામાં આવ્યા છે. બીજી બાજુ રશિયામાં કોરોનાના નવા કેસો અને કોરોના મરણાંક સતત વધવાને પગલે મોસ્કોના મેયર સર્ગેઇ સોબ્યાનિને મોસ્કોમાં સંખ્યાબંધ નિયંત્રણો લાદવાની જાહેરાત કરી હતી. ૨૮ ઓક્ટોબરથી ૭ નવેમ્બર સુધી તમામ રેસ્ટોરાં, કાફે, જિમ, મૂવી અને અન્ય મનોરંજન સ્થળો બંધ રાખવામાં આવશે. સંગ્રહાલયો, થિયેટર અને અન્ય સ્થળોએ કોરોનાની રસી લીધી હોવાનો ડિજિટલ કોડ ધરાવનારને જ પ્રવેશ આપવામાં આવશે.

મેયર સોબ્યાનિને તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે મોસ્કોમાં હાલત સૌથી ખરાબ બની રહી છે. રાજધાનીમાં કોરોનાના કેસોની સંખ્યા સર્વાધિક છે. રશિયાના પ્રમુખ પુતિને પણ ૩૦ ઓક્ટોબરથી એક પખવાડિયા માટે કામમાંથી મુક્તિ આપવાના વિચારનેેે ટેકો જાહેર કર્યો હતો. બીજી તરફ કોરોના મહામારી ફેલાઇ તેને બે વર્ષ થઇ જવા છતાં તેનું રહસ્ય હજી અકબંધ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા-હૂએ કોરોના વાઇરસની ઉત્પતિ કેવી રીતે થઇ તે જાણવા માટે સાયન્ટિફિક એડવાઇઝરી ગુ્રપ ફોર ઓરિજિનની રચના કરી છે. કોરોના વાઇરસની ઉત્પતિનું રહસ્ય ખોલવાની આ આખરી તક મનાય છે.  ઘાતક કોરોના વાઇરસે ૪૯ લાખ કરતાં વધારે લોકોના જીવ લીધા છે અને હાલ કોરોનાના ૨૪ કરોડ કેસો નોંધાયેલા છે.

દરમ્યાન સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં દુનિયાને એક અબજ ડોઝનું વિતરણ કરવાનું વચન આપનારા યુએસએ દ્વારા ૨૦૦ મિલિયન ડોઝનું દુનિયાના સો કરતાં વધારે દેશોમાં દાન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટની વહીવટદાર સામન્થા પોવરે જણાવ્યું હતું કે કોરોનાની રસીના આ ૨૦૦ મિલિયન ડોઝ હજારો લોકોમાં આરોગ્ય અને આશાનો સંચાર કરવામાં સહાયરૂપ થયા છે.

  • Tags

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights