કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટે) કહ્યું કે આભૂષણ ઉદ્યોગ મહામારીના કારણે મંદીમાંથી ઉભુ થયું છે. કેટે એક નિવેદનમાં કહ્યું કે ધનતેરસ પર દેશભરમાં લગભગ 75 000 કરોડ રુપિયાનું વેચાણ થયુ. લગભગ 15 ટન સોનાના આભૂષણોનું વેચાણ થયુ. કેટે જણાવ્યું છે કે આમાં દિલ્હીમાં 1000 કરોડ રુપિયા, મહારાષ્ટ્રમાં લગભગ 1500 કરોડ રુપિયા, ઉત્તર પ્રદેશમાં લગભગ 600 કરોડ રુપિયાની અંદાજીત વેચાણ સામેલ છે. દ. ભારતમાં લગભગ 2000 કરોડ રુપિયાનું વેચાણ થવાનું અનુમાન છે. રેકોર્ડ સ્તરની સરખામણીએ ભાવ ઓછા હોવાના કારણે મંગળવારે સોનાના વેચાણમાં વૃધ્ધિ જોવા મળી.
સોનાની કિંમત મંગળવારે દિલ્હીમાં 46, 000થી 47,000 રુપિયા પ્રતિ 10 ગ્રામના દાયરામાં હતી. જે આ વર્ષે ઓગસ્ટમાં 57 હજાર રુપિયાથી વધારેના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ હતી. જો કે સોનાનો દર હજું પણ ધનતેરસ 2020ના ભાવ 39, 240 રુપિયા પ્રતિ 10 ગ્રામની સરખામણીમાં 17.5 ટકા વધારે છે. અખિલ ભારતીય રત્ન તથા આભૂષણ સ્થાનીય પરિષદના ચેરમેન આશિષ પેઠેએ કહ્યું, અમે આશા રાખીએ છીએ કે વેચાણનું પ્રમાણ યથાવત રહશે, કે કે દર 2019માં વધ્યા હતા. મૂલ્યના સંદર્ભમાં અમે 2019ના સ્તરથી 20 ટકાની વૃદ્ધિના આશા વ્યક્ત કરીએ છીએ.
એક વર્ષ પહેલાની સરખામણીએ દુકનમાં ખરીદી કરવા આવનારાની સંખ્યામાં 40 ટકાની વૃદ્ધિ થઈ છે. સામાન્ય રીતે ધનતેરસના દિવસે 20-30 ટન સોનું વેચવામાં આવે છે. આ વર્ષે તેનું પ્રમાણ વધારો હોવાની આશા છે.
કોરોનાના લીધે ઉભી થયેલી આફત બાદ ફરી લોકો બેઠા થતા જોવા મળ્યા છે. બજારોમાં પણ દિવાળીની રોનક પાછી આવી છે. નાની-મોટી ખરીદી કરીને લોકો પોતાના ઘરમાં દિવાળીની તૈયારીઓ કરી છે. અમદાવાદના જ્વલર્સ પર જાણે લક્ષ્મીજીની કૃપા રહી હોય તેમ 125 કરોડનું સોનું વેચાયું છે, જ્યારે 1000 કિલો ચાંદી પણ વેચાઈ છે. બે વર્ષ કોરોનાનો માર રહ્યા બાદ જાણે આ વર્ષે દિવાળી સુધરી રહી છે.