Sun. Sep 8th, 2024

ત્રણ બાળકો પેદા કરો, રોકડ ઈનામ મેળવો: ઘટતી વસતીથી પરેશાન આ દેશે લીધો નિર્ણય

દુનિયાની સૌથી વધારે વસતી ધરાવતો દેશ ચીન ઘટતી વસતીથી ચિંતામાં છે. જનસંખ્યા વધારવા માટે ચીની સરકાર નવા-નવા નુસ્ખા અપનાવી રહી છે. જેના હેઠળ ચીને ગયા વર્ષે ઓગસ્ટમાં પોતાના દેશમાંથી વન ચાઈલ્ડ પોલિસીને હટાવી હતી પરંતુ આનો કોઈ ખાસ ફાયદો ચીનને થતો જોવા મળી રહ્યો નથી. હવે ચીને ત્રણ બાળક પેદા કરનાર દંપતીને ઘણા પ્રકારની સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાઓ હેઠળ માતા-પિતાને બેબી બોનસ, સવેતન અવકાશ, ટેક્સમાં છુટછાટ, બાળકોના પાલન-પોષણમાં સુવિધાઓ અને કેટલાક અન્ય લાભ આપવામાં આવી રહ્યા છે.

આ વાત ઈઝરાયલના સેન્ટર ઓફ પોલિટિકલ એન્ડ ફોરેન અફેર્સના પ્રમુખ ફેબિયન બુસાર્ટે જણાવી છે. ચીની સરકારના અધિકારીઓએ લોકોને ત્રણ બાળક પેદા કરવા માટે જાગૃત કરવાનો બેડો ઉઠાવ્યો છે. ચીની અધિકારી ત્રીજુ બાળક પેદા કરનાર માટે સંગઠન અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા માતા-પિતાને લોભાવવા માટે લાલચ પણ આપી રહ્યા છે. બીજિંગ ડાબીનૉન્ગ ટેક્નોલોજી ગ્રૂપ પોતાના કર્મચારીઓને 90,000 યુઆન સુધી રોકડા, 12 મહિના સુધીની મેટરનિટી લીવ અને 9 દિવસના પેટર્નલ લીવ સહિત કેટલીક ઓફર આપી રહ્યુ છે. આ સિવાય ઓનલાઈન ટ્રાવેલ કંપની Trip.com એ પણ કેટલાક લાભ આપવાની જાહેરાત કરી છે.

સરકાર અને પ્રાઈવેટ કંપનીઓને આ તમામ સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના નિર્દેશ પર કરવુ પડી રહ્યુ છે. પાર્ટી દેશમાં યુવાઓની ઘટતી વસતી અને તેનાથી દેશના વિકાસ પર પડનાર અસરથી ચિંતિત છે. આ કારણે રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2035 સુધીમાં દેશમાં ઉત્પાદકોની માગ બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે જે મુશ્કેલીમાં આવવાની પણ સંભાવના છે.

Related Post

Verified by MonsterInsights