સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું અવસાન થયું છે. 6 ફેબ્રુઆરીએ 92 વર્ષની વયે લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા છે. જાન્યુઆરી મહિનામાં લતા મંગેશકર કોરોના સંક્રમિત થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોરોના ઉપરાંત તેમને ન્યૂમોનિયા હોવાનું પણ નિદાન થયું હતું. લતા મંગેશકરને હોસ્પિટલમાં કોરોનાના હળવા લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ શરૂઆતથી જ ICUમાં એડમિટ હતા. તેમની રિકવરી ધીરે-ધીરે થઈ રહી હતી.
28 જાન્યુઆરીએ સ્વાસ્થ્યમાં સુધારો થતાં વેન્ટિલેટર હટાવી લેવાયું હતું. પરંતુ 5 ફેબ્રુઆરીએ તેમની તબિયત ફરી લથડતાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.