એમેઝોન ના સીઈઓ જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામું આપવાની તારીખ જાહેર કરી છે. તેમણે કહ્યું કે તેઓ 5 જુલાઈ 2021 ના રોજ સીઈઓનું પદ છોડશે. જેફ બેઝોસ પછી એમેઝોન એક્ઝિક્યુટિવ એન્ડી જેસી આ પદ સંભાળશે. જેફ બેઝોસે આશરે 27 વર્ષ પહેલા ઇન્ટરનેટ પર કેટલીક પુસ્તકો વેચવા સાથે આ કંપની શરૂ કરી હતી અને કંપનીને આ મુકામ પર લાવવામાં કોઈ કસર છોડી નથી.
એક નિવેદનમાં બેઝોસે જણાવ્યું હતું કે મેં બરાબર 27 વર્ષ પહેલા 1994 માં 5 જુલાઈએ મારી કંપની સ્થાપી હતી અને 5 જુલાઈ, 2021 ના રોજ હું મારું પદ છોડીશ. ખૂબ ભાવુક થઇ શેરહોલ્ડરોને આ વિશે માહિતી આપી હતી આ સિવાય તેમણે જણાવ્યું હતું કે તેઓ બેઝોસ અર્થ ફંડ, બ્લુ ઓરિજિન સ્પેસ શિપ કંપની, એમેઝોન ડે વન વન ફંડ અને ધ વોશિંગ્ટન પોસ્ટ જેવા અન્ય સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે.
ફેબ્રુઆરીમાં જેફ બેઝોસે એક સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ એન્ડી જેસીને એમેઝોનના નવા સીઇઓ બનાવશે. જેસીએ તેમની ઇનિંગની શરૂઆત વર્ષ 1997 માં એમેઝોન સાથે કરી હતી. કંપનીની વેબસાઇટ અનુસાર તેમણે હોવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. તેણે એમેઝોન વેબ સેવાઓ શરૂ કરી જે બાદમાં ક્લાઉડ પ્લેટફોર્મમાં ફેરવાયું હતું, કંપનીના લાખો યુઝર્સ છે. જેસીની હાલની જવાબદારીઓ કોને સોંપવામાં આવશે તે કંપનીએ જણાવ્યું નથી.