Tue. Dec 24th, 2024

Bengaluru Airport ભારે વરસાદથી જળબંબાકાર,મુસાફરોને ટ્રેકટરમાં ગેટ સુધી લઈ જવાયા!

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે જનજીવનને ભારે અસર થઈ છે. મૂશળધાર વરસાદને કારણે બેંગલોરના આંતરરાષ્ટ્રીય કેંપગોંડા એરપોર્ટની બહાર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા એરપોર્ટના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા પરિણામે એરપોર્ટની અંદર જઈ રહેલી ગાડીઓ અને ટેક્સીઓ પાણીમાં ફસાઈ ગઈ હતી. એટલું જ નહીં ભારે વરસાદના પગલે શોર્ટ સર્કિટ થતા અહિયા એક વ્યક્તિનું મોત પણ થયું છે.

ત્યારે આવા સમયે મુસાફરોને એરપોર્ટ સુધી પહોંચાડવા માટે ટ્રેક્ટરનો સામનો કરવો પડ્યો હતો. તો વળી એરપોર્ટ બહાર નિકળતા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેક્ટરથી મુસાફરોને લાવવાનો વીડિયો સો, મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે કર્ણાટકમાં હાલ યેલો અલર્ટ પણ આપી દીધું છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી સમયમાં કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે.ભારે વરસાદને કારણે અહીયા શોર્ટ સર્કિટને કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ આ ઘટનામાં ઘાયલ પણ થયો હતો.

બેંગલોરમાં આવેલ કેંપેગોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનો નજારો જોશો તો તમે નવાઈ પામી જશો. કારણકે એરપોર્ટ પર ચારેય બાજુ પાણીજ પાણી જોવા મળી રહ્યું છે. વાહોનાના પૈડા પણ ડૂબેલા દેખાઈ રહ્યા છે.

Related Post

Verified by MonsterInsights