નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે નવી દિલ્હીમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન એટલે NMP કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે અગત્યનું છે ભારત એ સમજે કે આપણી સંપત્તિનો મહત્તમ લાભ ઉઠાવવાનો યોગ્ય સમય આવી ગયો છે.

નાણા મંત્રાલય જણાવ્યા અનુસાર, નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇને નાણાકિય વર્ષ 2022થી નાણાકિય વર્ષ 2024 સુધી 4 વર્ષના સમયગાળામાં કેન્દ્ર સરકારની કોર એસેટના માધ્યમથી 6 લાખ કરોડ રૂપિયાની કુલ મુદ્રીકરણની અંદાજ મૂક્યો છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે રસ્તા, ટ્રાન્સપોર્ટ અને ધોરીમાર્ગ, રેલવે, વીજળી, પાઇપલાઇન અને પ્રાકૃતિક ગેસ , નાગરિક ઉડ્ડયન, શિપિંગ બંદર અને જળમાર્ગ, દૂરસંચાર, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ, ખાણકામસ કોલસા અને આવાસ અને નેશનલ મોનેટાઇઝેશન શહેરી બાબતોનું મંત્રાલય પાઇપલાઇનમાં સામેલ છે.


NMP પ્રોગ્રામ શું છે

કેન્દ્ર સરકાર નેશનલ મોનેટાઇઝશેન પાઇપલાઇનમાં તેની બ્રાઉનફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિઓ મારફતે રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. સરકારના 4 વર્ષની NMP કેન્દ્ર યોજનાઓના હિસાબથી બનેલી એક યોજના છે. સરકારના NMP પ્રોગ્રામ એસેટ મોનેટાઇઝેશન ઇનિશિએટિવના હિસાબથી મધ્યમ સમયગાળાનો એક રોડ મેપ કહી શકાય છે.

દીપમ (DIPAM)ના સચિવ તુહિન કાંત પાંડેયે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાવર ગ્રિડ પાઇપલાઇનો સહિત 6 લાખ કરોડ રૂપિયાની માળખાકિય સંપત્તિઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહી છે, જેની મુદ્રીકરણ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આશરે 6,000 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના ચાલી રહી છે, જેમાં પાઇપલાઇનથી પાવર ગ્રીડ પાઇપલાઇન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ટીઓટી (ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર) વગેરે જેવી ઘણી સંપત્તિઓ હશે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights