Fri. Nov 22nd, 2024

BIG NEWS: 2 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી,બાળકો માટે કોવેક્સિન રસીને મળી મંજૂરી

ભારતમાં 2 વર્ષથી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસીને મંજૂરી આપવામાં આવી છે.ભારત બાયોટેકની કોવેક્સિનનને આ માટે મંજૂરી આપવામાં આવી છે. રસીકરણ દરમિયાન બાળકોને કોવેક્સિનના બે ડોઝ પણ આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવશે. હાલમાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને કોરોના વિરુધ્ધની રસી આપવામાં આવી રહી છે.

કોવેક્સિન કોરોના વેક્સિનને બાળકો માટે મંજૂરીની ખબર રાહત આપનાર છે. કારણ કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા છે માટે જ જો પહેલાથી બાળકોને રસી આપવાનું શરૂ કરવામાં આવે તો બાળકોને બચાવી શકાશે.ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલાએ 21 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, પેડિયાટ્રિક કોવેક્સિનને લગભગ 1,000 વિષયો સાથેનો 2/3 તબક્કો પૂર્ણ કર્યો છે અને ડેટા વિશ્લેષણ ચાલી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે બાળકો માટે કોરોનાની રસી મેળવવાની પદ્ધતિ પુખ્ત વયના લોકો જેવી જ હશે. રસી બાળકોને ઈન્જેક્શન દ્વારા જ આપવામાં આવશે અને બે ડોઝ આપવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકોને રસી આપવાનું કામ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ઉચ્ચ જોખમ ધરાવતા બાળકોને આમાં પ્રાથમિકતા મળી શકે છે.કોવેક્સિનને ભારત બાયોટેક અને ICMRએ મળીને બનાવી છે. આ ભારતની પહેલી સ્વદેશી વેક્સિન છે અને કોરોના વાયરસના વિરુદ્ધ કોવેક્સિન ક્લીનિકલ ટ્રાયલ્સમાં 78 ટકા અસરદાર સાબિત થઇ છે.

રસી સંબંધિત ટ્રાયલ વિશે વાત કરીએ તો સપ્ટેમ્બરના અંતમાં, ભારત બાયોટેકે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ઉપયોગ કરવા માટે કોવિડ વિરોધી રસી કોવેક્સિનનો બીજો -ત્રીજો તબક્કો પૂર્ણ કરી લીધો હતો. આ દરમિયાન, કંપનીએ કહ્યું હતું કે ઓક્ટોબરમાં કોવેક્સિનનું ઉત્પાદન 5.5 મિલિયન ડોઝ સુધી પહોંચશે, જે સપ્ટેમ્બરમાં 3.5 મિલિયન ડોઝ છે.

Related Post

Verified by MonsterInsights