Sun. Dec 22nd, 2024

CBSE ધોરણ-12ની પરીક્ષા આખરે કેન્દ્ર સરકારે રદ્દ કરી

આ વર્ષે યોજાનારી CBSE ધોરણ-12ની પરીક્ષા આખરે કેન્દ્ર સરકારે રદ્દ કરી દીધી છે. PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આજે યોજાયેલી બેઠકમાં આ મહત્વપુર્ણ લેવામાં આવ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બોર્ડની પરીક્ષા કરતા વિદ્યાર્થીઓનું આરોગ્ય આપણા માટે ઘણું મહત્વનું છે.

23 મેના રોજ, રાજ્યના તમામ શિક્ષણ પ્રધાનો અને મુખ્યમંત્રીઓ સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠક બાદ મત પરીક્ષણના આચાર સંદર્ભે તમામ રાજ્યો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા. બોર્ડની પરીક્ષા રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી છે. 31 મેના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે 2 દિવસનો સમય માંગ્યો હતો.

CBSEએ જણાવ્યું કે ગયા વર્ષની જેમ જો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગે છે, તો પરિસ્થિતિ અનુકૂળ થવા પર CBSE દ્વારા આવો વિકલ્પ આપવામાં આવશે. સરકારનાં આ નિર્ણયથી CBSE વર્ગ 12 ની પરીક્ષા આપવા આપનારા લગભગ 12 લાખ વિદ્યાર્થીઓ અને આઈસીએસસીએનાં 4 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. એટલે કે, આ વર્ષે 12 માં ધોરણના લગભગ 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વિના પાસ થઈ શકશે.

PM મોદીનાં નેતૃત્વમાં આજે યોજાયેલી આ મહત્વપુર્ણ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, પ્રકાશ જાવડેકર, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય શિક્ષણપ્રધાનની અચાનક તબિયત બગડતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

Related Post

Verified by MonsterInsights