દાહોદ જીલ્લામાં પ્રાથમિક શિક્ષક સજ્જતાના વિરોધવંટોળ વચ્ચે જિલ્લાના 159 ક્લસ્ટર કક્ષાએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાયો હતો જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિત ૨૦૦૦ ઉપરાંત શિક્ષક ભાઈ બહેનો નૈતિક ફરજ સમજી સરકારના આદેશોનું પાલન કરી ઉપસ્થિત રહ્યાં હતાં.
સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ની તારીખ અને સમય બહાર પાડતાં જ કેટલાક શિક્ષક મિત્રો અને મંડળો સર્વેક્ષણને રદ્દ કરવા વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિત મૌખિક રજુઆતો સહિત સોશ્યલ મિડિયામાં પણ વોર શરુ કર્યો હતો જો શિક્ષકો ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી પસંદગી પામેલા છે તેમ છતા પણ શિક્ષકોને શિક્ષક સજ્જતા ના નામે સર્વેક્ષણ કેમ?સરકાર દ્વારા આ યોજાનારી શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં મરજિયાત છે તેમ છતા પણ કોઈપણ શિક્ષક હોલ ટીકીટ ડાઉનલોડ ન કરે તેવા પણ ઓડિયો અને મેસેજો ફરતા કર્યા હતા ત્યારે વિરોધ વંટોળ સાથે આજે દાહોદ જીલ્લામાં ૧૫૯ ક્લસ્ટર કક્ષામાં સર્વેક્ષણ યોજાયો હતો જેમાં જીલ્લાના લગભગ 11002 શિક્ષક ભાઈ બહેનોમાંથી 2049 શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે 8953 શિક્ષકોએ વિરોધ કરી ગેરહાજર રહ્યાં હતાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજિયાત હોવા છતા પણ
પોતાની નૈતિક ફરજ સમજી સરકારના આદેશોનું પાલન કરી આજે મંગળવાર ના રોજ સવારે ૧૨ થી ૪ કલાક સુધી યોજાયેલા આ સર્વેક્ષણમાં જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઇ કટારા મંત્રી મહામંત્રી સહિત જિલ્લાના શિક્ષક ભાઈ બહેનોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં જોડાઈ ભાગ લીધો હતો.