દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ના પડતર પ્રશ્નોનો અંગે નિરાકરણ ન આવતાં આંદોલનના બીજા તબક્કામાં તા-07/08/2021 ને શનિવાર ના રોજ કાળી પટ્ટી ધારણ કરી ધરણાં નો નિર્ણય લેવાયો છે.જેમા ફતેપુરા તાલુકા ના માધ્યમિક શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા છે.
જેમાં આજે ફતેપુરા ખાતે આવેલ ડજાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે દાહોદ જિલ્લા ના માધ્યમિક શિક્ષક સંઘ ના મંત્રી હિતેશકુમાર પારગી તેમજ ફતેપુરા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ બી. આઈ. પટેલ અને મહામંત્રી વિમલભાઈ પારેખ તેમજ કારોબારી સમિતિના સભ્યો અને જાગૃતિ કન્યા વિદ્યાલય ના શિક્ષકગણ જોડાયાં છે
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ ના નેજા હેઠળ આખા રાજ્ય માં પડતર પ્રશ્નોનો અંગે વિરોધપ્રદર્શન ચાલી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ પણ મહામંડળ ના નિર્ણય ને ટેકો આપવા સ્થાનિક સ્તેરે વિરોધપ્રદર્શન નો સુર આપ્યો છે જેના પગલે આજે જાગૃતિ કન્યા વિદ્યાલય માં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરીને શૈક્ષણિક કાર્ય કરશે