આજે તારીખ 4 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય માં દાહોદ જિલ્લા ના પૂર્વ સાંસદ ડૉ.પ્રભાબેન તાવિયાડના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
વૃક્ષારોપણ તેમજ શાળાની મુલાકાત માટે પધારેલ પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડે વિદ્યાર્થીનીઓને આરોગ્ય ને લગતી બાબતો ની માહિતી આપી અને કોરોના જેવી ગંભીર બીમારી થી બચવા માટે લેવાના વિવિધ પગલાઓ વિશેષ સમજણ આપી હતી ત્યારબાદ વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પૂર્વ સાંસદ સહિત શાળા ના આચાર્ય તથા શિક્ષકો તેમજ શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.