આજે તારીખ 17 ઓક્ટોબર 2021 ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે તાલુકાના ધારાસભ્ય અને હાલના વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ના હસ્તે આર્ટસ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું.ફતેપુરા તાલુકાના સુખસર પંથક માં 45 જેટલાં ગામડાઓ આવેલા છે. જેમાં ગરીબ વિધાર્થીઓ માટે ધો 12 પછી કોલેજ માં પ્રવેશ માટે દુર સુઘી તેમજ તાલુકા અને જિલ્લા બહાર જવું પડતું હતું.જેથી ફતેપુરા ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારા દ્વારા નવીન કોલેજ માટે માંગણી કરી હતી જેમા મંજુરી મળી ગઈ હતી અને સોમવાર ના રોજ જે. આર. કટારા આર્ટસ કોલેજ નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય સરકાર ના દંડક રમેશભાઈ કટારા ના હસ્તે શ્રીફળ વધેરીને રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં જય સીતારામ કેળવણી મંડળ ના મંત્રી ગાયત્રીબેન કટારા, પુર્વ તાલુકા સભ્ય રમેશભાઇ કટારા, બી. એડ કોલેજ ના આચાર્ય, કોલેજ ના સ્ટાફ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.