DRDO દ્વારા વિકસિત કોરોનાની 2DG દવાના ભાવ અંગે મોટી માહિતી બહાર આવી છે. આ દવાના પાઉચ દીઠ ભાવ જે કોરોના દર્દીઓનું ઓક્સિજન લેવલ સુધારે છે જેની કિંમત 990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ દવાઓ સરકારી હોસ્પિટલો, કેન્દ્ર અને રાજ્ય સરકારોને રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
DRDO એ કોરોનાની બીજી લહેરમાં ઝડપથી ચેપ લાગતા કોરોના દર્દીઓમાં ઓક્સિજનના સ્તરમાં સુધારો કરતી એન્ટી કોવિડ -19 દવા 2DG લોન્ચ કરી હતી. કોરોના વિરુદ્ધની જંગમા આ દવા એક ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહી છે. ડીઆરડીઓ દ્વારા વિકસિત કરાયેલી એન્ટિ-કોવિડ -19 ડ્રગની પહેલી બેચ થોડા દિવસો પૂર્વે જાહેર કરવામાં આવી હતી. આ દવાની રજૂઆત સમયે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધન પણ હાજર હતા.
રેડ્ડી લેબના સહયોગથી 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ તૈયાર
નોંધપાત્ર વાત એ છે કે ડીઆરડીઓ દ્વારા વિકસિત 2DG દવાને 8 મેના રોજ ઇમરજન્સી ઉપયોગ માટે ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ડીઆરડીઓની લેબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સે હૈદરાબાદ સ્થિત ડોક્ટર રેડ્ડી લેબના સહયોગથી 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ તૈયાર કર્યો છે.
ડીઆરડીઓની દવા કેમ છે ખાસ ?
નિષ્ણાતો કહે છે કે આ દવા એક પ્રકારનો સ્યુડો ગ્લુકોઝ મોલકયુલ છે. જે કોરોના વાયરસને વધતા અટકાવે છે. આ દવા વિશ્વની કેટલીક એવી દવાઓમાંથી એક છે જે કોરોના વાયરસને શરીરમાં ફેલાતો રોકવા માટે ખાસ બનાવવામાં આવી છે. આ ઓરલ ડ્રગને કોરોના વાયરસના ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં માટે મંજૂરી આપવામાં આવી છે. 2-ડીજી દવા પાવડરના રૂપમાં પેકેટમાં આવે છે જેને પાણીમાં નાંખીને પીવાની હોય છે.