ન્યૂઝીલેન્ડમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતી ઉભી થઇ છે. ન્યૂઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં 3 મહિના જેટલો વરસાદ 3 દિવસમાં વરસી જતા તબાહીના દ્રશ્યો સર્જાયા
ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંદા અર્ડને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ.
ન્યૂઝીલેન્ડના Canterbury માં પૂરને કારણે લોકોના ફાર્મ હાઉસ અને ઇમારતોની આસપાસ નદીઓ વહેવા લાગી.
પૂરના કારણે ન્યૂઝીલેન્ડમાં મોટા પ્રમાણમાં લોકોની સંપત્તિને નુકશાન થયુ છે.
રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાય જતા મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવુ પડી રહ્યુ છે.
લોકોનું રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવા માં આવી રહી છે.
રસ્તા પર પાણી ભરાય જતા કેટલીક ગાડીઓ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે.