સુરત GST વિરોધ મામલે ફરી એકવાર સુરત માર્કેટ AP સેન્ટર બને તો નવાઈ નહિ. જેમ કે કાપડ ઉપર 12 ટકા જીએસટીના વિરોધમાં સુરત ફોગવા, ફોસ્ટા, સહિત શહેરના વિવિધ ટેકસટાઈલ્સ (Textiles)એસોસિએશન દ્વારા તારીખ 30મી ડિસેમ્બર 2021 એટલે કે આજે કાપડ માર્કેટ સજજ બંધ(close) રાખી વિરોધ નોંધાવવાનું એલાન કર્યું છે. કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો આ બંધમાં જોડાઇ છે, ત્યારે ફેડરેશન ઓફ ગુજરાત વિવિર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા આજે વિરોધ નોંધાવ્યા બાદ પણ જીએસટી મુદ્દે કોઈ નિવેડો નહીં આવે તો 1 જાન્યુઆરી 2022એ એક દિવસ માટે ઉત્પાદન પ્રક્રિયા બંધ રાખી વિરોધ નોંધાવવાનું એલાન કરાયું છે. સુરત પોલીસ દ્વારા માર્કેટમાં અગાઉ ચેતી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કદાચ આ વિરોધ રાજકીય સ્વરૂપ પણ ધારણ ન કરે તો નવાઈ નહિ.
આ ઉપરાંત 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી 2022 સુધી ગ્રે કાપડની ડિલીવરી તેમજ યાર્નની ખરીદી બંધ રાખવામાં આવશે. દિવાળી પહેલા જીએસટી કાઉન્સીલ દ્વારા કાપડ અને ગારમેન્ટસ ઉપર 5 ટકાને બદલે જીએસટીનો દર 12ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સામે સુરત સહીત દેશના મોટા વિવિધ એસોસિએશનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.1 જાન્યુઆરી 2022થી જીએસટીનો દર લાગુ થઈ જશે ત્યારે વેપારી વર્ગ સાથે સાથે નાના ઉદ્યોગકારોની ચિંતા પણ વધી છે. દરમિયાન આજે ફોસ્ટા દ્વારા ગુરુવારે ટેકસટાઈલ માર્કેટ બંધ રાખવાના એલાનને વેપારીઓએ સમર્થન આપવાની સાથે સાથે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ મીટીંગ પણ બોલાવી હતી.
જેમાં બે દિવસ વિવર્સો તેમની દુકાનોની બહાર કાળી પટ્ટી તેમજ કાળા વાવટા ફરકાવી સરકાર સામે વિરોધ નોંધાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત 1લી જાન્યુઆરી2022ના રોજ કાપડ ઉત્પાદન પણ બંધ કરાવામં આવશે, કૈટના ગુજરાત પ્રમુખ પ્રમોદ ભગતના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારામને કરાયેલી રજુઆત બાદ આગામી 1 ડિસેમ્બરના રોજ સંભવત જીએસટી કાઉન્સીલની મીટીંગ મળી શકે છે. જીએસટી દરના વધારાના વિરોધમાં ટ્રેડર્સ એસોસિએશની હડતાળને પગલે 50થી 60 કરોડનો વેપાર ખોરવાશે. બીજી તરફ વીવર્સે માત્ર કાળી પટ્ટી બાંધી થાળી વગાડીને વિરોધ કરશે. ફોસ્ટા, સુરત મર્કન્ટાઈલ એસોસિએશન અને સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસો. દુકાનો બંધ રાખશે.