સીનો ગૃપના એનજી ટેંગ ફોંગ ચેરિટેબલ ફાઉન્ડેશન અને ચીની એસ્ટેટ હોલ્ડિંગ્સ લિમિટેડ કાન ટોંગ ક્ષેત્રમાં પોતાના ગ્રાન્ડ સેંટરલ પ્રોજકેટમાં નવા એપાર્ટમેંટની ઓફર આપી રહ્યા છે.
Hong Kongમાં રસી માટે પ્રોત્સાહિત કરવા માટે લોટરીમાં એપાર્ટમેન્ટની ઓફર કરવામાં આવી રહી છે. હોંગકોંગનાં ડેવલોપર કોવિડ-19 વેક્સિન લગાવનારા લોકોને ભેટ સ્વરૂપે 14 લાખ ડોલરનો એપાર્ટમેન્ટઆપી રહ્યા છે. કારણ કે અહી ઘણા લોકો વેક્સિન મૂકાવવાને લઈને ઉદાસીનતા દાખવી રહ્યા છે.
સીનો ગૃપના એનજી ટેંગ ફોંગ ચેરિટેબલ ફાઉન્ડેશન અને ચીની એસ્ટેટ હોલ્ડિંગ્સ લિમિટેડ કાન ટોંગ ક્ષેત્રમાં પોતાના ગ્રાન્ડ સેંટરલ પ્રોજકેટમાં નવા એપાર્ટમેન્ટની ઓફર આપી રહ્યા છે. વેક્સિનના બંને ડોઝ લેનાર 449 સ્કેવર ફૂટના એપાર્ટમેન્ટના લકી ડ્રો માટે પાત્રતા ધરાવે છે. સીનો ગ્રૂપ હોંગકોંગમાં લિસ્ટેડ ડેવલોપર સીનો લેન્ડ કોર્પોરેશનની પેરેંટ કંપની છે.
સરકારે કેશ ઇન્સેંટીવ આપવાની વાતને નકારી
આ વાત ત્યારે સામે આવી જ્યારે સરકારે કહ્યું કે તે અનયુઝ્ડ વેક્સિન ડોઝના ડોનેશન સહિત અન્ય કેટલાય વિકલ્પો સ્ટડી કરી રહી છે. કારણ કે તેમાથી કેટલીક વેક્સિન ઓગસ્ટમાં એક્સપાયર થવાની છે. હોંગ કોંગ ની સરકાર ફરીથી બાર ખોલવા અને ક્વોરંટાઈન પિરિયડને ઓછું કરવા જેવા નીતિગત પ્રોત્સાહન આપીને લોકોને રસીના ડોઝ લેવા પ્રોત્સાહિત કરી રહી છે. દુનિયાભરમાં વેક્સિનની માંગને લઈને ચીફ એક્સિક્યુટિવ કેરી લેમે રસીકરણના દરને વધારવા માટે અન્ય કોઈ પણ પ્રકારના રોકડ ઇનામો અને અન્ય લાભ આપવાની બાબતને નકારી કાઢી છે.
12.6% લોકોનું જ થયું છે રસીકારણ
હોંગકોંગની 75 લાખની આબાદી માંથી માત્ર 12.6% ને વેક્સિનના બંને ડોઝ અપાયા છે. જ્યારે તેના પાડોશી દેશ સિંગાપૂરમાં 28.3 % વસ્તીને રસી આપવામાં આવી છે. એપાર્ટમેંટના લકી ડ્રોની ઓફર અહી ઘણી કારગત સાબિત થશે કારણ કે અહી પ્રોપર્ટીની કિમત ઘણી ઊંચી હોય છે. અમેરિકાના નુયોર્ક, ઓહિયો, મેરીલેન્ડ, કેંટકી અને ઓરેગન માં પણ રસી લેનારને લકી ડ્રોની ઓફર કરવામાં આવી રહી છે.