શેરબજારમાં ટ્રેડિંગ કરતાં લોકો માટે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડિવિડન્ડ દ્વારા થતી આવક પર લાગુ ટેક્સ ડિડક્શન લિમિટ રૂ. પાંચ હજારથી વધારી રૂ. 10 હજાર કરવામાં આવી છે.
શેરબજારમાં રોકાણકારે હવે ડિવિડન્ડ મારફત વાર્ષિક રૂ10000ની કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં. હાલ ડિવિડન્ડ પર ટીડીએસ રૂ. 5000 હતું. આગામી નાણાકીય વર્ષ 2025-26થી આ ટીડીએસ રૂ. 10000 થશે. દસ હજારથી વધુની કિંમત પર ટીડીએસ કપાશે.
ડિવિડન્ડ પર ટીડીએસ લિમિટ વધારવામાં આવતાં શેરબજારમાં રોકાણ કરતાં નાના રોકાણકારોને મોટી રાહત મળશે. તેઓએ હવે ડિવિડન્ડ મારફત રૂ. 10000ની કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
ડિવિડન્ડ પર કેટલો ટીડીએસ?
આવકવેરા અધિનિયમની કલમ 194 હેઠળ ડિવિડન્ડ મારફત થતી કમાણી પર 10 ટકાના દરે ટીડીએસ કપાય છે. તેમાં જો પાન કાર્ડ લિંક ન હોય તો ટીડીએસ રેટ વધી 20 ટકા થાય છે. જો તમારી કુલ આવક કરમુક્ત મર્યાદા હેઠળ હોય તો ફોર્મ 15જી તથા ફોર્મ 15એચ જમા કરાવી ટીડીએસ કપાતથી બચી શકો છો. ઉલ્લેખનીય છે, ટેક્સ સ્લેબના આધારે ડિવિડન્ડ આવક પર ટીડીએસ વસૂલવામાં આવે છે.