ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોરોનાની એન્ટ્રી કઈ રીતે થઈ આયોજકોની સામે આ મોટો સવાલ છે. આખરે આટલા સુરક્ષિત કહેવાતા બાયો-બબલમાં કઈ રીતે વાયરસ પહોંચી ગયો.
વરૂણ ચક્રવર્તીથી લઈને સંદીપ વોરિયર અને અમિત મિશ્રા સુધી કોવિડ-19 વાયરસ આઈપીએલ કેમ્પમાં પ્રવેશ કરી ગયો. સોશિયલ ડિસ્ટેન્સિંગ પર બીસીસીઆઈના પ્રોટોકોલનો થોડો ભંગ થયો, જેનું પરિણામ સામે છે.
ફ્રેન્ચાઇઝીએ જીપીએસ ટ્રેકિંગમાં ખરાબી જણાવી તેવામાં ટીમ અને બોર્ડ હવે મેન્ચુઅલી તે તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે આઈપીએલના બબલમાં કોરોના કઈ રીતે દાખલ થઈ ગયો.
વરૂણ ચક્રવર્તીએ પાછલા સપ્તાહે હોસ્પિટલ જવુ પડ્યુ હતું. પરંતુ સત્તાવાર જાણકારી તે કહે છે કે તેને ખભાની તપાસ કરવા માટે લઈ જવામાં આવ્યો પરંતુ મામલાને નજીકથી જાણતા લોકોનું કહેવુ છે કે બોલરના પેટમાં સોજો હતો. ત્યારબાદ અમદાવાદમાં પરજ આવી ટીમ હોટલમાં તેણે સંદીપ વોરિયરની સાથે 1 મેએ ભોજન કર્યુ.
આ બન્ને ખેલાડી બાદમાં બાકી ટીમની સાથે પ્રેક્ટિસ કરવા ગયા જ્યાં ચક્રવર્તીએ તબીયત ખરાબ હોવાની ફરિયાદ કરી. તેને ત્યાં એક રૂમમાં આઇસોલેટ કરી દેવામાં આવ્યો અને વોરિયર પ્રેક્ટિસ માટે ગયો. ત્યાં દિલ્હી કેપિટલ્સનું સેશન પણ ચાલી રહ્યું હતું.
બીસીસીઆઈનું માનવુ છે કે અહીં બબલમાં ચુક થઈ ગઈ. દિલ્હી કેપિટલ્સ અને કેકેઆરનું પ્રેક્ટિસ સેશન એક સમય પર થઈ ગયું. વોરિયરે લેગ સ્પિનર અમિત મિશ્રા સાથે મુલાકાત કરી અને બન્ને વચ્ચે વાત પણ થઈ. ત્યારબાદ તે પોત-પોતાની હોટલમાં ચાલ્યા ગયા હતા.
મિશ્રા ટીમ પ્રેક્ટિસ બાદ ટીમ હોટલમાં આવ્યો અને તેણે તબીયત સારી ન હોવાની ફરિયાદ કરી. ત્યારબાદ તેને પણ આઇસોલેટ કરી દેવામાં આવ્યો. બાદમાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો.
ફ્રેન્ચાઇઝીએ ત્યારબાદ દરરોજ ટેસ્ટ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો જેથી તે જાણકારી મેળવી શકાય કે શું ટીમમાં અન્ય કેસ આવી રહ્યા છે. પરંતુ ટીમના બાકી સભ્યો નેગેટિવ આવ્યા.