IPL 2022 માં ઘણા ફેરફાર થઈ રહ્યા છે પહેલા વિવો પાસે થી સ્પોંન્સર શીપ છીનવાઇ ગઈ હતી તે ટાટા કંપની પાસે પહોચી છે ત્યાર બાદ આ વર્ષની આઇપીએલ2022માં 2 નવી ટીમ મેદાન ઉપર જોવા મળશે જેમાં, અમદાવાદ અને લખનૌ ટીમનો સમાવેશ થાય છે ત્યારે આજે અમદાવાદ ટીમનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આમદવાદની ટીમ અમદાવાદ ટાઈટ્ન્સના નામ સાથે મેદાનમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2022ની હરાજી 12મી અને 13મી ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવા જઇ રહી છે ત્યારે ઓક્શન પહેલા જ ટીમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે. આ હરાજીમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. BCCIએ કુલ 590 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેના પર બેંગલુરુમાં 2 દિવસ સુધી ચાલનારી હરાજી પ્રક્રિયામાં બોલી લગાવવામાં આવશે. આ વખતે લખનઉ અને અમદાવાદ એમ બે નવી ટીમોને આઈપીએલમાં સામેલ કરવામાં આવી છે.
આમદવાદની ટીમ :
અમદાવાદ ટાઈટન્સમાં ગુજરાતનો જ દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ કરશે અને તેની સાથે શુભમન ગીલ અને રાસીદ ખાન પણ અમદાવાદની આ ટીમમાં સામેલ છે.
આ IPLમાં એબી ડિવિલર્સ, ક્રિસ ગેલ જેવા દિગ્ગજ ખેલાડીઓની કમી અનુભવાશે જ્યારે શ્રેયસ ઐયર, શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાન કિશન, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, યજુવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ મેદાનમાં દેખાશે.
IPL 2022ની ટીમ
- ચેન્નાઈ સુપર કિંગ્સ
- મુંબઈ ઈન્ડિયન્સ
- કોલકાતા નાઈટ રાઈડર્સ
- સનરાઇઝર્સ હૈદરાબાદ
- પંજાબ કિંગ્સ
- દિલ્હી કેપિટલ્સ
- રાજસ્થાન રોયલ્સ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- લખનૌ સુપર જાયન્ટ્સ
- અમદાવાદ ટાઇટન્સ