જમ્મુ-કાશ્મીર પુલવામા જિલ્લાના ત્રાલ બસ સ્ટેન્ડ પર રવિવારે સાંજે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં સાત વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમને સૃથાનિક હોસ્પિટલ બાદ શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. હાલ સુરક્ષા દળોએ ઘટનાસ્થળેની આસપાસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે હુમલાખોરોએ બસ સ્ટેન્ડની સૌથી વધુ ભીડવાળી જગ્યાએ આવી ગ્રેનેડ હુમલો કર્યો હતો. ઘટનાસ્થળેથી ગ્રેનેડ પિન મળી છે, જેથી સાબિત થયું છે કે આ ગ્રેનેડ હુમલો હતો. તપાસ કરનારા અિધકારીઓએ પ્રાથમિક વિગતો આપી છે કે આતંકીઓ કોઇ વાહનમાં આવી હુમલો કરી નાસી ગયા હોય તેવી શક્યતા છે. હાલ આસપાસના તમામ વિસ્તારોના ચેક પોસ્ટ અને મુખ્ય રસ્તાઓ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સૃથાનિક સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી હુમલાખોરોને પકડી શકાય.
બીજી તરફ રાજૌરી જિલ્લાના આંદરોલા ગામમાં પણ આજે સરપંચ સુષ્માકુમારીના ઘર બહાર નાનો વિસ્ફોટ થયો હતો. જેનાં કારણે સૃથાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વહેલી સવારે થયેલા આ વિસ્ફોટના કારણે આસપાસના રહેવાસીઓ જાગી ગયા હતા અને વિસ્ફોટની જગ્યા પાસે પાર્ક કરાયેલા બે મોટરસાયકલમાં નુકસાની થઇ છે.