Mon. Dec 23rd, 2024

NCB પહોંચી શાહરૂખ ખાનના ઘરે,સર્ચ ઓપરેશન હાથ ધરાયું

આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી એનસીબી મન્નત બંગલોમાં જઈને તલાશી લેશે તેવી અટકળો થઈ રહી હતી. ત્યારે હવે એનસીબીની ટીમ શાહરૂખ ખાનના ઘરે પહોંચી ગઈ છે અને ઘરની તલાશી લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. કિંગ ખાન તરીકે ઓળખાતો શાહરૂખ ખાન આજે જ આર્થર રોડ જેલમાં પુરાયેલા પોતાના દીકરા આર્યન ખાનને મળવા ગયો હતો.

એનસીબીની ટીમ શાહરૂખ ખાન ઉપરાંત અનન્યા પાંડેના ઘરે પણ પહોંચી ગઈ છે. આર્યન ખાનની ચેટથી અનન્યાના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. તેવામાં એનસીબીના અધિકારીઓએ અનન્યાને સમન પાઠવ્યા છે અને પુછપરછ માટે પોતાના કાર્યાલય બોલાવી છે. અનન્યાને ગુરૂવારે બપોરે 2:00 કલાકે એનસીબી સામે હાજર થવા કહેવામાં આવ્યું છે.

Related Post

Verified by MonsterInsights