Fri. Dec 27th, 2024

ONGC હેલિકોપ્ટર દુર્ઘટના, 4 મુસાફરોના મોત

ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં 4 મુસાફરોના મોત થયા અને 5 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ઓઈલ રિગ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

આ હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા. આ તમામ 9 મુસાફરોને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા હતા. બચાવ કામગીરી થોડા કલાકોમાં પૂર્ણ કરવામાં આવી હતી. ONGCના જહાજ માલવિય-16 અને 5ને ONGCના રિગ સાગર કિરણની બોટમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.

નેવીએ ONGC હેલિકોપ્ટરના મુસાફરોને બચાવવા માટે હેલિકોપ્ટર અને નેવી તૈનાત કરી હતી. જો કે સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા હતા. કંપનીએ અગાઉ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે 7 મુસાફરો અને 2 પાઇલોટને લઈને હેલિકોપ્ટરે મંગળવારે મુંબઈ હાઈમાં સાગર કિરણ ખાતે ONGC રિગ પાસે અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ONGCના હેલિકોપ્ટરમાં 6 ONGCના કર્મચારીઓ સવાર હતા. બાદમાં માહિતી મળી કે દરિયામાં કોસ્ટ ગાર્ડના જહાજને સ્થળ પર જવા માટે કહેવામાં આવ્યું હતું. એક અન્ય જહાજ બચાવ કામગીરીમાં જોડાવા માટે મુંબઈથી રવાના થયું હતું. કોસ્ટગાર્ડે ભારતીય નૌકાદળ અને ONGC સાથે સહયોગ કર્યો.

 

Related Post

Verified by MonsterInsights