Online dating દરમિયાન પ્રેમીઓની શોધમાં રહેતા લોકોને કોરોનાના જોખમથી બચાવવા વિવિધ એપ્લિકેશનો દ્વારા એક નવી રીત અપનાવાઇ છે. બ્રિટનની Tinder અને Hinge જેવી એપ્લિકેશનોએ એક નવી સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત ડેટિંગ એપના વપરાશકર્તાઓ જોઈ શકશે કે તેમના સંભવિત પ્રેમીએ કોરોના વાયરસથી બચવા માટે રસી લીધી છે કે નહીં.
આ સિવાય આવા યુઝર્સને ઇન-એપ દ્વારા બોનસ પણ આપવામાં આવશે, જે વ્યક્તિ તેમની વિગતોમાં કહેશે કે તેમને કોરોનાની રસી લીધી છે કે નહીં. જોકે આખી પ્રક્રિયા સ્વૈચ્છિક રહેશે, ત્યાં કોઈ ચકાસણી થશે નહીં. લોકોની આ ડિટેઇલ ડેટિંગ પ્લેટફોર્મ્સ પર તેમની પ્રોફાઇલમાં ઉમેરવામાં આવશે, જેથી તેમને સર્ચ કરનારા લોકો જાણી શકશે કે જે-તે વ્યક્તિએ કોરોનાની રસી અપાવી છે કે નહીં.
આ સિવાય, Tinder અને Muzmatch જેવા કેટલાક પ્લેટફોર્મ પર નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓ લોકોને કોરોના રસીઓ આપવા બાબતે જાગૃત કરશે અને તેને સંબંધિત જરૂરી માહિતી આપશે. આ સિવાય Bumbleએ કોરોનાને લઈને પણ લોકોની પસંદગીઓ પૂછવાનું પણ શરૂ કરી દીધું છે.
જેમાં Bumble એપ દ્વારા પુછવામાં આવે છેકે તેઓ તેમના પ્રેમીઓને ઇનડોર અથવા આઉટડોરને મળવા માંગે છે. આ સિવાય તેઓ માસ્ક, રસીકરણ અને સામાજિક અંતર વિશે શું માને છે. તાજેતરના એક સર્વેમાં, એવું બહાર આવ્યું છે કે લોકો ફક્ત તે જ લોકો સાથે ડેટ કરવા માંગે છે જેમને કોરોના રસી મળી છે.
બ્રિટિશ સરકારનું માનવું છે કે આવી એપ થકી લોકોને કોરોના રસી અપાવવાની પ્રેરણા મળશે. ખાસ કરીને કોરોના રસી માટે યુવાનોને પ્રોત્સાહિત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વેક્ષણમાં સામેલ થયેલા 31 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કોરોના રસી મેળવનાર વ્યક્તિની સાથે જ ડેટ કરવા ઇચ્છે છે.
આ સિવાય 28 ટકા લોકોએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમને કોરોના રસી ન મળે ત્યાં સુધી તેઓ કોઈની સાથે ડેટ નહીં કરે. ડેટિંગ એપ્લિકેશન Bumbleના યુરોપના વાઇસ પ્રેસિડેન્ટ, નાઓમી વૉકલેન્ડે કહ્યું, ‘બે તૃતીયાંશ એવા લોકો છે કે જેમના મનમાં કોરોના વિશે કંઇકને કંઇક ચાલતું હોય છે. આવી સ્થિતિમાં, મહત્વનું છે કે લોકો ડેટિંગ કરતી વખતે વિશે આરામદાયક અનુભવ કરી શકે.