પ્રધાનમંત્રી મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સાયબર સેલ અને સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે. પ્રધાનમંત્રીનું ટ્વિટર અકાઉન્ટ હેક થયાના સમાચાર મળતાની સાથે જ તાત્કાલીક અસરથી પીએમઓ ઓફિસ આ સમગ્ર મામલાને લઈ ગંભીરતાથી પગલાં લઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓને પણ સમગ્ર બાબતની તપાસ કરવાનું કામ સોંપી દેવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વિટર અકાઉન્ટને શનિવારે મોડી રાતે હૈકર્સે હેક કર્યુ અને તેણે તે 3 મિનિટની અંદર ટ્વીટ કરી દીધી. આનાથી હડકંપ મચી ગયો છે. આ ટ્વીટ મોડી રાતે લગભગ 2.11 વાગ્યાથી 2.15ની વચ્ચે કરવામાં આવી. જો કે આ ટ્વીટને થોડી જ વારમાં ડિલીટ કરી દેવામાં આવી હતી.
પીએમ મોદીના ટ્વીટર હેન્ડલ હેકની જાણકારી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આને લઈને યુઝર્સે સ્ક્રીનશોર્ટ શેર કરતા પોતાની પ્રતિક્રિયા આપવાનું શરુ કરી દીધુ છે. આ બાદ હૈશટેગ હેક્ડ અને હેકર્સ ટ્રેંડ કરવા લાગ્યા. હૈશટેગ હેક્ડ ભારતમાં રાતમાં ચોથા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું હતુ.
સોશિયલ મીડિયા યુઝર્સે આને સુરક્ષાનો ગંભીર ખતરો અને બિટકોઈન માફિયાનું કામ ગણાવ્યું. અનેક લોકોએ શંકા વ્યક્ત કરી કે આ ઘટના બાદ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવી શકાય છે. પરંતુ આને ડિલીટ કરતા બીજું ટ્વીટ 2.14 વાગે આવ્યુ. જો કે બન્નેમાં એક સમાન વાત લખી છે. જો કે તેમાં પણ એજ વાત લખી હતી જે ડિલીટ કરી દેવામાં આવી.
બાદમાં PMO india ના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાહેરાત કરવામાં આવી હતી કે PM મોદીનું ટ્વિટર અકાઉન્ટ થોડા સમય માટે હેક થઈ ગયું હતું જેણે ટૂંકા જ ગાળામાં રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે. એ દરમિયાન થયેલી ટ્વીટ્સની અવગણના કરવા માટે જણાવાયું હતું.
હૈકરે પીએમ મોદીને ટ્વીટર હૈન્ડલથી કરેલી ટ્વીટમાં લખ્યું હતુ કે ભારતના બિટક્વોઈનને સત્તાવાર રુપથી મંજૂરી આપી દીધી છે. સરકારે સત્તાવાર રુપથી 500 બીટીસી ખરીદ્યા છે અને તમામ નાગરિકોને વહેંચી રહી છે. જલ્દી કરો, ભવિષ્ય અહીં છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ સપ્ટેમ્બરે પીએમ મોદીના પર્સનલ વેબસાઈટનું ટ્વિટર અકાઉન્ટ પણ હેક કરી લેવામાં આવ્યું હતુ. આ અકાઉન્ટ narendramodi.inથી લિંક હતુ. મનાઈ રહ્યું છે કે ટ્વિટર અકાઉન્ટ હેક કર્યા બાદ હૈકર્સ બિટક્વોઈનની માંગ કરવા લાગ્યા છે. આ અકાઉન્ટ પર પીએમને 25 લાખથી વધારે લોકો ફોલો કરે છે.