princess Diana : રાજકુમારી ડાયના પોતાના સમયની સૌથી સુંદર રાણીઓમાંથી એક હતી. જેને અનેક વસ્તુઓ માટે યાદ કરવામાં આવે છે. હવે આ વખતે શાહી પ્રશંસક આગામી પ્રદર્શનના કારણે ડાયનાના કબાટ અને કપડા વિશે વધારે જાણી શકશે. હકીકતમાં એક ખાસ કબાટમાં દિવંગત રાજકુમારીના લગ્નનો પોશાક રાખ્યો છે અને 25 વર્ષમાં એવુ પહેલી વાર થશે જ્યારે જનતા સામે આનુ પ્રદર્શન લંડન યોજાશે.
કેસિંગ્ટન પેલેસમાં રોયલ સ્ટાઇલ ઇન ધ મેકિંગ પ્રદર્શનમાં ફેશન ડિઝાઇનર અને શાહી ગ્રાહક વચ્ચે ઘનિષ્ઠ સંબંધો વિશે જાણકારી મળશે. આ પ્રદર્શનમાં પહેલા ક્યારેય ન જોઇ હોય તેવી શાહી વસ્તુઓનું પ્રદર્શન થશે. જો કે ડાયનાના પોશાકમાં એક પ્રભાવશાળી સેક્વિન-એનક્રસ્ટેડ ટ્રેન છે જે 25 ફૂટ લાંબી છે અને શાહી ઇતિહાસમાં આને સૌથી લાંબો ડ્રેસ માનવામાં આવે છે. લંડનના સેન્ટ પૉલ કૈથેડ્રલમાં ચાર્લ્સ અને લેડી ડાયના સ્પેંસરના લગ્ન 29 જુલાઇ 1981માં થયા હતા. જ્યારે 1997માં પેરેસિમાં કાર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયુ હતું.
પ્રિંસ હેરી અને પ્રિંસ વિલિયમ બંનેએ પોતાની માતાના વેડિંગ ગાઉનને પ્રદર્શિત કરવાની પરવાનગી આપી છે. આ ડ્રેસનો ટુકડો ઇતિહાસમાં સૌથી પ્રસિધ્ધ લગ્નનાં કપડામાંથી એક માનવામાં આવ્યો છે.
પ્રદર્શની ક્યૂરેટર મૈથ્યુ સ્ટોરીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે આ પ્રદર્શન રૉયલ સ્ટાઇલ લોકોને બ્રિટિશ ડિઝાઇનની કેટલીક મહાન પ્રતિભાઓને જોવાનો મોકો આપી રહ્યુ છે. સાથે જ કહ્યુ કે શાહી ઘરાનાના સભ્યો અને ડિઝાઇનર વચ્ચેના સંબંધોની ખબર પણ આ પ્રદર્શનથી પડશે, આ દરમિયાન ડાયનાના પ્રતિષ્ઠિત લગ્નના પોશાક સિવાય ઓલિવર મેસેલની રાજકુમારી માર્ગરેટ માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યુ. 18મી શતાબ્દીનું સ્ટાઇલ ગાઉન પણ જોવા મળશે.