Sun. Dec 22nd, 2024

RBIએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે આપ્યા રુ. 50 હજાર કરોડ

કોરોનાની બીજી લહેરની વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)એ હેલ્થ સેવા (Health Services) માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેના માધ્યમથી બેન્ક વેક્સીન મેન્યુફેક્ચર્સ, વેક્સીન ટ્રાન્સપોટર્સ, એક્સપોર્ટ્રર્સને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હૉસ્પિટલ્સ, હેલ્થ સર્વિસ પ્રોવાઇડર્સને પણ તેનો લાભ મળશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, પ્રાયોરિટી સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેટિવ આપવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કોરોનાની બીજી લહેર (Corona Second Wave)થી ઇકોનોમી (Indian Economy) મોટા પાયે પ્રભાવિત થઈ છે. તેના સાથે જોડાયેલી સ્થિતિઓ પર રિઝર્વ બેન્ક (Reserve Bank of India) નજર રાખી રહ્યું છે. બીજી લહેરની વિરુદ્ધ મોટા પગલાં લેવાની જરૂર છે. મીડિયાને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે કોરોનાની પહેલી લહેર બાદ ઇકોનોમીમાં રિકવરી જોવા મળી રહી હતી પરંતુ બીજી લહેરે ફરી એક વાર સંકટ ઊભું કરી દીધું છે.

રિઝર્વ બેન્કે નાના કારોબારીઓને મોટી રાહત આપી છે. સાથોસાથ કેટલીક અન્ય પ્રકારની રાહતની પણ જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે કહ્યું કે પ્રાયોરિટી સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેટિવ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રાથમિકતા ધરાવતા સેક્ટરોને ઝડપથી લોન અને ઇન્સેટિવની જોગવાઈ કરવામાં આવશે. વિશેષમાં બેન્ક, કોવિડ બેન્ક લોન પણ બનાવશે.

Related Post

Verified by MonsterInsights