Sat. Dec 21st, 2024

Vaccination : ગ્રામીણ વિસ્તારમાં વેક્સિન સ્લોટ બુકિંગ માટે સરકારે જાહેર કર્યો નંબર પર કોલ કરીને રસીકરણ માટે સ્લોટ બુક કરાવી શકાશે

નેશનલ હેલ્થ ઓથોરિટી ના વડા આર.એસ. શર્માએ શુક્રવારે કહ્યું હતું કે દેશભરમાં ” 1075 ” નંબર પર કોલ કરીને રસીકરણ માટે સ્લોટ બુક કરાવી શકાશે. કોરોના રસી માટે ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીના અભાવે લોકોને વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ બુક કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.

નેશનલ હેલ્થ ઓથોરિટી ના વડા આર.એસ. શર્માએ શુક્રવારે કહ્યું હતું કે દેશભરમાં “1075” નંબર પર કોલ કરીને Corona રસીકરણ માટે સ્લોટ બુક કરાવી શકાશે. Corona રસી માટે ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીના અભાવે લોકોને વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ બુક કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. તેથી લોકો હવે તમામ સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા કોલ કરીને વેક્સિન માટે સ્લોટ બુક કરાવી શકે છે.

ગામડાઓમાં Corona રસીકરણ અભિયાનને મંદ ગતિએ ચલાવવામાં આવતું હોવાના આક્ષેપને લઇને તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા અધિકારી, જિલ્લા કલેક્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જાગૃતિ ફેલાવી રહ્યા છે અને ગ્રામીણ વિસ્તારોના લોકોને રસીકરણ કરવામાં મદદ કરી રહ્યા છે. સામાન્ય રીતે એમ કહેવું કે ગામોના લોકોને રસીકરણથી દૂર રાખવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી.

આર.એસ. શર્માએ જણાવ્યું હતું કે 45+ લોકો કોરોના રસી નોંધાવવા અને લેવા માટે સીધા જ કેન્દ્રમાં જઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં પણ સિસ્ટમ છે તે સાબિત કરવા માટે આ પૂરતું છે. જ્યારે સમસ્યા 18-45 વર્ષની વય જૂથની છે કારણ કે રસીનો પુરવઠો ઓછો છે.

સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક

એનએચએના વડાએ કોવિન અંગે જણાવ્યું હતું કે સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક છે. વીઆઈપી હોય અથવા સામાન્ય નાગરિક, બધાએ રસીકરણ માટે સમાન પ્રમાણમાં ડેટા આપવો પડે છે. આ સિસ્ટમમાં કોઈને પણ પ્રાધાન્ય આપવામાં આવતું નથી.

Related Post

Verified by MonsterInsights