Mon. Dec 23rd, 2024

Viral Video / જંગની ત્રાડ સાંભળીને તમ પણ ફફડી ઉઠશો, સાંભળો LIVE, એક બીજાની જાનનાં દુશ્મન બન્યા બે વાધ

Viral Video : વડીલોને જંગલમાં વાઘની ત્રાડ સાંભળીને પરસેવો વળી જાય છે. આવી પસ્થિતિમાં બે વાઘને લડતા જોઈને કોઈની પણ હાલત ખરાબ થઈ શકે છે. વાઘની ખતરનાક લડાઈનો Video સામે આવ્યો છે, અને જે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા પછી લોકોનાં રૂંવાડા ઉભા થઈ ગયા છે. જંગલના બે રાજાઓ વચ્ચે મુકાબલો કર્ણાટકના નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાનનો છે. જે એક પ્રવાસીએ જંગલ સફારી પર આવેલા વાઘની ખતરનાક લડાઈનો Video પોતાના કેમેરામાં કેદ કરી હતી.

તે જ સમયે, B S SURAN નામના ટ્વિટર હેન્ડલ દ્વારા વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું, ટુડે ઇન નાગરહોલ વિડીયોમાં જોઇ શકાય છે કે બંને વાઘ એકબીજાના જીવન માટે તરસ્યા છે. તેઓ પહેલા એકબીજા સાથે સંપર્ક કરે છે અને દુશ્મનની તાકાતનો હિસાબ લે છે. આ પછી, બંને સતત એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરે છે અને તેમના તીક્ષ્ણ પંજાથી ઉંડી ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેમના પાછળના પગ પર ઉભા રહીને, બંને વાઘ બોક્સરની જેમ પંજા એકબીજા ને મારે છે. આ યુદ્ધ દરમિયાન આખું જંગલ વાઘની ગર્જનાથી ગુંજી ઉઠે છે.

વાઘ એ પ્રાદેશિક પ્રાણી છે, અને અન્ય કોઈ વાઘની હાજરી તેના વિસ્તારમાં બિલકુલ પસંદ નથી. આ જ કારણ છે કે, તે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે. વાયરલ વીડિયોમાં દેખાતા બે વાઘ મેળ ખાતા દેખાય છે. એક વાઘ બીજાના ખભા પર પોતાનો પંજો એટલો ઉંડો ઉતાર્યો કે, તે જમીન પર પડી ગયો. પણ બંનેમાંથી કોઈ હાર માનવા તૈયાર નથી

Related Post

Verified by MonsterInsights