Mon. Dec 23rd, 2024

‘Whatsapp માં સ્ટેટસ રાખો અને રૂપિયા કમાઓ’,જાણો કેવી રીતે આ સ્કીમમાં લોકો છેતરાઈ રહ્યા છે

થોડા પૈસે મબલક ફાયદા કરાવનારી સ્કીમોનો ઇન્ટરનેટ પર રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં શિક્ષિત યુવા વર્ગ પણ શિકાર થઈ રહ્યો છે. આવી જ કઈક ઘટના પોરબંદરમાં ઘટી છે. અહીના યુવક યુવતીઓએ એક સ્કીમમાં રૂપિયા રોક્યા હતા. જેમાં એક ખાનગી કંપની દ્વારા ટાસ્ક આપવામાં આવે છે. જેમાં વોટ્સએપ પર માત્ર સ્ટેટસ રાખવાથી બેન્ક ખાતામાં પૈસા જમા કરી દેવામાં આવતા હતા.

એક ખાનગી કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી એક સ્કીમમાં શહેર તેમજ આજુબાજુના વિસ્તારોના અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ, શિક્ષિત બેરોજગારો આ લોભામણી સ્કીમમાં જોડાયા હતા. જેમાં આ યોજનામાં જોડાવવા માટે અમુક રકમ પહેલા જમા કરાવવી પડે છે. ત્યાર બાદ કંપની દ્વારા ટાસ્ક આપવામાં આવે છે. જેને Whatsapના સ્ટેટસ પર રાખવામા આવે છે. જેના બદલમાં રિવોર્ડ્સ મળે છે અને બાદમાં તે બેન્કના ખાતામાં રિપયા તરીકે જમા થઈ જાય છે.

થોડા મહિના તો આ બધુ બરાબર ચાલ્યું હતું. પરંતુ થોડા દિવસથી બેન્કમાં પૈસા જમા થવાનું બંધ થઈ ગયું હતું અને બધા લોકોને છેતરાયા હોવાની લાગણી થઈ હતી. નાણાં માત્ર વોલેટમાં જ જમા થતાં હતા બેંકમાં પૈસા જમા ન થવાથી ઘણા લોકોને કંપની પર શંકા ગઈ હતી. અને પોતે છેતરાઈ ગયાનો અહેસાસ થવા લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ બાબતની હજુ સધી કોઈ પણ પ્રકારની કાયદેસર ફરિયાદ દાખલ નથી કરવામાં આવી પરંતુ લોકો ઈચ્છી રહ્યા છે કે આ મામલે સાઇબર સેલ દ્વારા ઊંડાણપૂરવર્ક તપાસ કરવામાં આવે અને ઘટનાના મૂળ સુધી પહોચીને સત્ય બહાર લાવે.

સોશિયલ મીડિયા પર જો કોઇ અજાણ એડ્રેસ પરથી ઇમેલ, એસએમએસ આવે તો મેસેજમાં આવેલા એટેચમેન્ટ પર ક્લિક ન કરો. કોઈ પણ પ્રકારની લોભામાણી સ્કીમમાં આવી જવું નહીં તેમજ મોટા ડિસકાઉન્ટની લોભામણી જાહેરાતોથી પણ ફ્રોડનો શિકાર થઈ શકે છે.

અલગ અલગ સાઇટ્સ પર તમારા પાસવર્ડને સેવ ન કરો સાથે જ પાસવર્ડને નિયમીત રૂપથી બદલતા રહો. પાસવર્ડ હંમેશા એવા રાખો જેને ક્રેક કરવુ મુશ્કેલ હોય. તમારા પર કોઇનો કોલ આવે અને તમારી બેન્ક ડિટેલ્સ માંગે તો ક્યારે પણ શેયર કરવી નહીં.

Related Post

Verified by MonsterInsights