તેમણે આ દેશોને સલાહ આપી કે બાળકોને વેક્સિન આપવાના બદલે તેઓ કોવેક્સ યોજના હેઠળ ગરીબ દેશોને કોરોનાની વેક્સિન દાન કરે. ગ્રેબિયસે કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોનાના મુકાબલા માટે ભારતની મદદ કરી રહ્યું છે.
ભારતની સ્થિતિ ચિંતાજનક છે. ઘણા રાજ્યોમાંથી ચિંતિત કરનારા આંકડા સામે આવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા અને મોતનો આંકડો વધી રહ્યો છે. 2020 કરતા કોરોનાનું આ વર્ષ વધુ ઘાતક સાબિત થશે, નવા વેરિએન્ટમાં યુવાનો સૌથી વધુ ભોગ બન્યા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિયસે ચેતવણી આપતા કહ્યું છે કે આપણે બધા કોરોના મહામારીના બીજા વર્ષમાં છીએ અને તે પહેલા વર્ષ કરતા પણ વધુ ઘાતક સાબિત થઇ શકે છે. સાથે તેમણે અમીર દેશોને અપીલ કરી કે તેઓ બાળકોના રસીકરણ અંગે ફરીથી વિચાર કરે.