Sun. Oct 13th, 2024

અંકિતા લોખંડે કરશે વિક્કી જૈન સાથે લગ્ન, શાહી અંદાજમાં હશે

પવિત્ર રિશ્તા ફેઇમ અંકિતા લોખંડે વિક્કી જૈનની સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેણે ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે જલ્દી જ દુલ્હન બનવા જઇ રહી છે. હાલમાં જ તેણે ‘બોલિવૂડ બબલ’ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. તેણે ક્હયું કે, મારા માટે પ્રેમ એક જરૂર છે. જેમ મારા માટે જમવું જરૂરી છે તેમ જીવનમાં પ્રેમ પણ જરૂરી છે.

અંકિતા વધુમાં કહે છે કે, હું ક્યાંય પણ જાઉ કે મારું કામ કરતી હોવું. તો મને મારો પાર્ટનર જોડે જોઇએ. મને બાકી દુનિયાથી કંઇજ લેવા દેવા નથી. જો અમે બને સાથે બેસીને ચા પણ પી રહ્યાં છે તો તે મારા માટે ઘણું છે. મારો પાર્ટનરની સાથે વીતાવેલો દરેક પળ મારા માટે ખાસ છે.

ટીવીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ અંકિતા લોખંડે હાલમાં સિનેમા અને ટીવીથી દૂર છે. પણ બિઝનેસમેન વિક્કી જૈન સાથે તેનાં રિલેશનશિપ ચર્ચામાં છે. સુશાંત સિંહ રાજપૂત થી બ્રેકઅપ બાદ વિક્કી જૈનની સાથે સંબંધમાં આવેલી અંકિતા હવે લગ્ન માટે તૈયાર છે. હાલમાં જ તેણે તેનાં લગ્ન અંગે વાત કરી છે. તેણે પોતે ખુલાસો કર્યો છે કે, તે જલ્દી જ દુલ્હન બનવા જઇ રહી છે.

તેનાં લગ્ન વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે, ‘કોઇપણ યુવતી માટે લગ્ન એક ખુબજ ખુબસૂરત અહેસાસ છે. હું પણ મારા લગ્ન અંગે ઘણી ઉત્સાહિત છું. મને આશા છે કે, તે દિવસ જલદી જ આવશે. હું જલ્દી જ લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહી છું.’

તેનાં લગ્ન વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે, ‘કોઇપણ યુવતી માટે લગ્ન એક ખુબજ ખુબસૂરત અહેસાસ છે. હું પણ મારા લગ્ન અંગે ઘણી ઉત્સાહિત છું. મને આશા છે કે, તે દિવસ જલદી જ આવશે. હું જલ્દી જ લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહી છું.’

Related Post

Verified by MonsterInsights