એક વ્યક્તિ સંક્રમણનો સ્ત્રોત ન મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાના સિડની શહેર અને આસપાસના વિસ્તારમાં પ્રતિબંધ એક અઠવાડિયા માટે વધારી દેવામાં આવ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સની પ્રાંતીય સરકારે 17મે માટે પ્રતિબંધ લાગુ કર્યા છે. 6મેએ આ પ્રતિબંધ લગાવવામાં હતા જે સોમવારે પૂર્ણ થવાના હતા. માનવામાં આવી રહ્યુ છે કે અત્યાર સુધી સામે નથી આવી શક્યુ કે કોઇ સંક્રમિતના સંપર્કમાં આવવાથી આ વ્યક્તિને સંક્રમણ થયુ છે. આ પ્રતિબંધ કેટલાક સમય માટે વધારી દેવામાં આવ્યા છે.
હકીકતમાં અહીંયા પાંચ મેએ કોરોના સંક્રમણનો એક કેસ સામે આવ્યો હતો. તે બાદ આરોગ્ય અધિકારીઓએ તેના સંક્રમણનો સ્ત્રોત લગાવવાની કોશિશ કરી. તે વિદેશ નથી ગયા. સ્થાનીય સ્તર પર પણ તે જાણી ન શકાયુ કે આ વ્યક્તિ કેવીરીતે સંક્રમિત થઇ. તેમની પત્ની પણ સંક્રમિત હીત. પરંતુ તે બાદ સ્થાનીય સ્તર પર કોઇ નવો કેસ સામે આવ્યો નથી.
પ્રતિબંધ અંતર્ગત ઘરમાં વધારે 20 લોકો ભેગા થઇ શકશે. લગ્ન સિવાય ઇન્ડોર વેન્યૂમાં નાચવા-ગાવાના કાર્યક્રમો નહી થઇ શકે. સાર્વજનિક પરિવહન અને થિયેટર, હૉસ્પિટલ તમામ જગ્યાએ માસ્ક ફરજિયાત થશે.
સિંગાપુરમાં કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ નહી થઇ શકવાના કેસમાં પણ વધારો થયો છે. તેને જોતા હજારો લોકોનુ પરીક્ષણ કરી શકાશે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ કે ચાંગી એયરપોર્ટના ત્રણ કર્મચારીઓ અને જૂનિયર કોલેજના એક વિધાર્થી પણ કોરોનાથી સંક્રમિત મળયા છે.
એયરપોર્ટના બે ટર્મિનલ, શોપિંગ મોલ,જૂનિયર કોલેજના તમામ વિધાર્થીઓ ,સ્ટાફ અને તમામ લોકોનુ પરીક્ષણ થશે, જૂનિયર કોલેજ અઠવાડિયામાં સતત 10-10 કેસ અઠવાડિયે આવી રહ્યા છે જેના સ્ત્રોત વિશે જાણકારી મળી નથી. કેટલાક અઠવાડિયા પહેલા સિંગાપુરમાં સંક્રમણમાં ઘટાડો થઇ રહ્યો હતો.