ભારતીય ટેલીકોમ કંપની એરટેલ (Airtel) એ હાલમાં બે નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) લોન્ચ કર્યા છે, જેને એક્ટિવેટ કરાવવા પર ગ્રાહકોને ફ્રી કોલિંગ અને હાઈ સ્પીડ 4G ઇન્ટરનેટ સિવાય હેલ્થ ઈન્સ્યોરન્સ (Health Insurance) લાભ આપવામાં આવી રહ્યો છે.

179 રૂપિયામાં 2 લાખનો લાઇફ ઈન્સ્યોરન્સ

તો એરટેલે 179 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 2 લાખ રૂપિયાના લાઇ ઈન્સ્યોરન્સની ઓફર આપી છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, જેમાં 2GB હાઈ સ્પીડ 4જી ઈન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 300 SMS મોકલવાની સુવિધા મળી રહી છે. એટલું જ નહીં પ્લાનમાં એરટેલ Xstream Premium નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. મહત્વનું છે કે દરરોજની લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઓછી થઈ જાય છે.

279 રૂપિયામાં 4 લાખનો ઈન્સ્યોરન્સ

કંપની પ્રમાણે જો કસ્ટમર્સ 279 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવે છે તો તેને દરરોજ 1.5GB હાઈ સ્પીડ 4G ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS મોકલવાની સુવિધાની સાથે 4 લાખ રૂપિયાનો લાઇફ ઈન્સ્યોરન્સ પણ મળશે. આ લાઇફ ઈન્સ્યોરન્સ માટે કોઈ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂર પડશે નહીં. એટલું જ નહીં, 28 દિવસની વેલિડિટી સાથે આવનારા આ પ્લાનમાં એરટેલ Xstream Premium નું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ડેલી લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જશે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page