ગુજરાતમાં ધોરણ 12 ની પરીક્ષા રદ કરવી કે નહિ તે અંગે આખરે સરકારે નિર્ણય લઈ લીધો છે. ગુજરાત સરકારે 1 જુલાઈથી લેવાનારી ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. આજે યોજાયેલા કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આ વર્ષની CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી હતી.
કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રેસ સંબોધનમાં જણાવ્યું કે, ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા રદ કરવા અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, ગુરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. 7 જુન થી ઓનલાઇન શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના બાદ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષા લેવા અંગે વિચાર વિમર્શ કરી નિર્ણય લે તેવી માંગ કરી ઉઠી હતી.