Sat. Dec 21st, 2024

ટ્વીટર બાદ ઈન્સ્ટાગ્રામે લીધી કંગના વિરૂદ્ધ એક્શન

અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ તાજેતરમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. બંગાળની ચૂંટણી બાદ અભિનેત્રીની વિવાદાસ્પદ ટિપ્પણી પર એક્શન લઈને ટ્વીટરે કંગનાનું ટ્વીટર એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દીધું હતું. ત્યારે હવે ટ્વીટર બાદ ઈન્સ્ટાગ્રામે પણ કંગનાની પોસ્ટ પર એક્શન લીધી છે. ઈન્સ્ટાગ્રામે કંગનાની એ પોસ્ટ ડીલિટ કરી દીધી છે જેમાં તેણીએ કોરોના વાયરસને ખતમ કરવાની વાત કરી હતી.

કંગનાએ 8 મેના રોજ પોતાનો ફોટો શેર કર્યો હતો અને સાથે લખ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસથી મને થાક અને અશક્તિ જણાઈ રહ્યા હતા. ઉપરાંત આંખોમાં હળવી બળતરા પણ થઈ રહી હતી. હું હિમાચલ જવા વિચારી રહી હતી અને એટલે જ આજે મેં ટેસ્ટ કરાવ્યો હતો જેમાં હું કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મેં પોતાની જાતને ક્વોરેન્ટાઈન કરી દીધી છે. મને અંદાજો નહોતો કે આ વાયરસ મારા શરીરની અંદર પાર્ટી કરી રહ્યો છે, હવે જ્યારે મને ખબર પડી છે તો હું એને ખતમ કરી દઈશ. તમે લોકો પ્લીઝ કોઈને તમારા સામે જીતવાની શક્તિ ન આપશો. જો તમે ડરેલા છો તો એ તમને વધુ ડરાવશે. આવો આ કોવિડ-19નો ખાત્મો કરીએ. આ કશું નહીં, બસ થોડા સમય માટેનો ફ્લુ છે જેને ખૂબ અટેન્શન મળ્યું અને હવે તે લોકોને ડરાવી રહ્યો છે. હર હર મહાદેવ.

Related Post

Verified by MonsterInsights