Thu. Sep 19th, 2024

પાકિસ્તાન હાફિઝ સઈદના ઘર નજીક આતંકવાદી વિસ્ફોટ, 2 ના મોત, અનેક ઘાયલ

લાહોર: પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઈદના વિસ્તારમાં થયેલા એક મોટા ધડાકામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ જોહર ટાઉન વિસ્તારમાં થયો હતો. જ્યાં જમાત-ઉદ-દાવાના ચીફ અને મુંબઈ હુમલાનો મુખ્ય માઈન્ડ હાફિઝ સઇદ રહે છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયાની જાણ છે. અને 15 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઘાયલોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ છે

પ્રાપ્ત માહિતી અનુસાર વિસ્ફોટ બાદ રાહતની કામગીરી ચાલી રહી છે. વિસ્ફોટમાં ઘાયલ લોકોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે વિસ્ફોટનું કારણ ટારગેટ બ્લાસ્ટ અથવા સિલિન્ડર વિસ્ફોટ છે. જોકે, વિસ્ફોટ પાછળનું કારણ જાણી શકાયું નથી.

ડોનના રિપોર્ટ અનુસાર લાહોરના ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે, વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી પરંતુ હાલમાં અમારું ધ્યાન રાહત કાર્ય પર છે. આખો વિસ્તારને ઘેરાબંધી કરી દેવાઈ છે.

Related Post

Verified by MonsterInsights