ભારતનો સાઉથ આફ્રિકા સામે 82 રનથી વિજય

0 minutes, 0 seconds Read

રાજકોટમાં રમાયેલી શ્રેણીની ચોથી ટી-૨૦માં ભારતનો સાઉથ આફ્રિકા સામે ૮૨ રનથી વિજય થયો હતો. ભારતે આ સાથે પાંચ ટી-૨૦ની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી હતી.

દિનેશ કાર્તિકના ૨૭ બોલમાં ૫૫ અને હાર્દિક પંડયાના ૩૧ બોલમાં ૪૬ રનનીમદદથી ભારતે છ વિકેટે ૧૬૯ રન નોંધાવ્યા હતા. અવેશ ખાને ૧૮ રનમાં ચાર વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકા ૧૬.૫ ઓવરમાં ૮૭ રનમાં જ ખખડી ગયું હતુ.

ખંઢેરી સ્ટેડિયમમાં બવુમાએ ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતુ. ભારતે માત્ર ૪૦ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડયાએ પંત (૧૭) સાથે મળીને ૪૧ રન જોડયા હતા. જ્યારે દિનેશ કાર્તિક અને હાર્દિક પંડયાએ ૩૩ બોલમાં ૬૫ રન જોડયા હતા. એનગિડીએ બે વિકેટ ઝડપી હતી.

જવાબમાં સાઉથ આફ્રિકાએ લડત આપવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. જોકે નિયમિત અંતરે વિકેટો ગુમાવતા સાઉથ આફ્રિકા ૫૯/૪ પર ફસડાયું હતુ. ઈનિંગની ૧૪મી ઓવરમાં અવેશ ખાને ત્રણ વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકાનો રકાસ થયો હતો. આખરે તેઓ ૮૭ રનમાં ખખડી ગયા હતા. અવેશ ખાને ૪ અને ચહલે બે વિકેટ ઝડપી હતી.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights