દુબઇએ ભારત સહિત ઘણા અન્ય દેશોના તેના રહેવાસીઓ પર મુસાફરી પ્રતિબંધ હળવી કરી દીધી છે. જો કે, આવા લોકોએ યુએઈ દ્વારા માન્યતા પ્રાપ્ત કોવિડ -19 રસીના બંને ડોઝ લેવાના રહેશે.
દુબઈમાં ક્રાઈસીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર સુપ્રીમ સમિતિએ જાહેરાત કરી છે કે દક્ષિણ આફ્રિકા, નાઇજીરીયા અને ભારતથી આવતા મુસાફરોના સંબંધમાં દુબઈનો ટ્રાવેલ પ્રોટોકોલ અદ્યતન થયાની જાહેરાત કરી છે. સમિતિની અધ્યક્ષતા મંસૂર બિન મોહમ્મદ બિન રાશિદ મખ્તૂમે કરી હતી. નવા નિયમો અંતર્ગત ભારત, નાઇજીરીયા અને દક્ષિણ આફ્રિકાના રહેવાસી વિઝા સાથે મુસાફરો મુસાફરી કરી શકશે.
જાહેરાત મુજબ, ભારતથી દુબઇ આવતા આવા મુસાફરોને માન્ય રહેવાસી વિઝા જ લેવાની જરૂર રહેશે. જો કે, મુસાફરોએ યુએઈ દ્વારા માન્ય કોવિડ -19 રસીના બંને ડોઝ લીધા હોવા જોઈએ. રિપોર્ટ અનુસાર, યુએઈ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી ચાર રસીઓમાં સિનોફર્મા, ફાઇઝર-બાયોએન્ટેક, સ્પુટનિક-વી અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસીનો સમાવેશ થાય છે.
જો કે, નાઇજીરીયા અને દક્ષિણ આફ્રિકાના બિન-નિવાસી વિઝાવાળા પ્રવાસીઓ પણ મુસાફરી કરી શકશે. રિપોર્ટ અનુસાર, આરટીપીઆરને ફ્લાઇટના 48 કલાક પહેલા નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો પડશે. તે સિવાય ભારતથી આવતા મુસાફરોએ નેગેટિવ રેપિડ પીસીઆર રિપોર્ટ 4 કલાક અગાઉ લાવવો પડશે. તે સિવાય ભારતીય મુસાફરોએ 24 કલાકની સંસ્થાકીય ક્વોરેન્ટિન પૂરૂ કરવું પડશે.
સંયુક્ત આરબ અમીરાત સહિત ઘણા દેશોએ હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે દુબઈ દ્વારા આ મોટું પગલું લેવામાં આવ્યું છે અને ભારતીય મુસાફરો માટેનો પ્રતિબંધ થોડો હળવો કરવામાં આવ્યો છે.