સુરત : સુરત માં આવેલી શારદા યતન સ્કુલ દ્વારા પુરેપુરી ફી નહિ ભરતા વાલીઓના બાળકોનું રીઝલ્ટ અટકાવી રાખ્યું હોવાનો આક્ષેપ થયો છે. પ્રજ્ઞેશ ડોલી નામના વાલીએ જણાવ્યું હતું કે મેં ૧૧ હજાર રૂપિયા ફી ભરી છે. પરંતુ સ્કુલ દ્વારા ૧૭ હજાર રૂપિયા ફી માંગવામાં આવી રહી છે. અને પુરેપુરી ફી ભરીને તમારા છોકરાનું રીઝલ્ટ લઇ જવા જાણવામાં આવી રહ્યું છે. આ અંગે મેં પ્રિન્સીપાલ સાથે વાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ કોઈ વાત કરવા તૈયાર નથી. અને આ મામલે વાલીઓએ એકઠા થઈને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
સુરત માં કોરોના ના કપરા સમયમાં પણ ફીને લઈને વાલીઓનો વિરોધ યથાવત છે. અવાર નવાર શાળાઓ સામે વાલીઓ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ત્યારે સુરતમાં વધુ એક સ્કુલ સામે વાલીઓએ આવેદનપત્ર આપ્યું છે. જેથી ના છુટકે અમે ડી.ઈ.ઓ. કચેરી ખાતે આવી જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સુરતમાં આવેલી શારદા યતન સ્કુલના વાલીઓએ એકઠા થઈને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળા દ્વારા પુરેપુરી ફી માંગવામાં આવી રહી છે. અને પુરેપુરી ફી ન ભરતા બાળકોનું રીઝલ્ટ અટકાવી રાખવામાં આવ્યું છે.