Fri. Nov 22nd, 2024

અંબાજી ખાતે ૨૬ જાન્યુઆરી નિમિત્તે દરેક સરકારી કાર્યાલય અને શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

૭૩ માં પ્રજાસત્તાક દિવસે ભગવાનના દેવાલયો પણ દેશભક્તિના રંગમાં રંગાયા હતા

ગુજરાતના જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે ૨૬ મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ ની અંબાજી ગ્રામ પંચાયત અને સરકાર સંચાલિત ઓફિસમાં શાળાઓમાં તથા પોલીસ સ્ટેશન ખાતે ધ્વજ – વંદન કરી ઉજવણી કરવામાં આવી.

ભારત નાં ઇતિહાસ નાં ૭૩ માં પ્રજાસત્તાક દિવસ ની સમગ્ર દેશ માં દેશભક્તિ સાથે ઉજવણી કરાઇ રહી છે ત્યાંરે સમગ્ર દેશ દેશ ભક્તિ નાં રંગે રંગાયો છે ત્યારે આ વખત ની રાજ્ય કક્ષા ની ઉજવણી ગીર સોમનાથ જિલ્લા ખાતે કરાઈ રહી છે.

દેશ ભક્તિ નાં વાતાવરણ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કોરોના ની ત્રીજી લહેર ને કારણે સોશ્યલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવી રહી છે જેના કારણે લોકો ની સંખ્યા માં ઘટાડો જોવા મળ્યો હતો .અંબાજી ખાતે ગ્રામ સચિવાલય અને હાઇ – સ્કૂલ માં અંબાજી ગ્રામ પંચાયત નાં સરપંચ શ્રી રામાવતાર અગ્રવાલ અને ડેપ્યુટી સરપંચ શ્રી ગૌતમ જૈન નાં હસ્તે ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી.

અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

Related Post

Verified by MonsterInsights