અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
ગુજરાત નુજ નહિ પણ વિશ્વ વિખ્યાત તરીકે ઓળખાતું અંબાજી મંદિર અનેક ભકતો ની આસ્થા સાથે સંકળાયેલું છે અંબાજી મંદિર ખાતે અનેક ભકતો માં અંબે ના દર્શન કરવા આવે છે જ્યારે તેમની સુખાકારી,સલામતી અને શાંતિ માટે રાજ્ય સરકાર અને જીલ્લા વહીવટી તંત્ર ખડેપગે રહેતું હોય છે આ ધામ ને સ્વચ્છ રાખવા માટે વર્ષે દહાડે લાખો રૂપિયા ખર્ચ કરવા છતાંય નથી રહેતું આં ધામ સ્વચ્છ અનેક જગ્યાએ ગંદગી ના ઢગલા જોવા મડતા હોય છે ચોકસ પણે કહી શકાય કે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની,અને અંબાજી ગ્રામ પંચાયત જાણે સફાઈ ના નામે વેઠ વાળતી હોય તેવું લાગી રહ્યું છે આ ગંદગી જોઈ અંબાજી આવનાર યાત્રિકોની પણ લાગણી દુભાતી હોય છે અંબાજી ની ગંદગી થી વેપારીઓ એટલી હદે પરેશાન થઈ ગયા છે કે તેમને ફોટા પાડી અને સોશ્યલ મીડિયા માં મોકલવા પડે છે જ્યારે તેમના દુકાન આગળ થી ગંદગી સાફ થાય છે અંબાજી ના વેપારીઓ સહિત સ્થાનિકો ગંદગી થી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છતાંય આ બાબુઓ નું પેટ નું પાણી નથી હલતું અંબાજી vip માર્ગ ગણાતો મેન બજાર ના ખોડીયાર ચોક વિસ્તાર ના વેપારીએ પોતાના દુકાન આગળ થતી ગંદગી ને લઇ ગંદગી ના ફોટા પાડી અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર મોકલ્યા આ ભાઈએ અગાઉ પણ અનેક વાર આવા ફોટા મોકલ્યા છે આ વેપારી ભાઈ સહિત અનેક વેપારીઓ ગંદગી થી કંટાળી ગયા છે લાખો રૂપિયા ખર્ચ કરવા છતાંય અંબાજી ધામ સ્વચ્છ નથી રહેતું વહીવટી તંત્ર યોગ્ય પગલાં લઈ અને જે લાખો રૂપિયા લીધા બાદ પણ અંબાજી ધામ ને સાફ રાખવા માં નિષ્ફળ નીવડેલ કંપની સામે ઘટતા પગલા લે તે જરૂરી બન્યું છે ક્યાર સુધી યાત્રિકો અને સ્થાનિકો અને વેપારીઓ ને આ ગંદગી નો સામનો કરવો પડશે તે પણ વિચારવા ની બાબત બની …