Fri. Jan 3rd, 2025

અપહરણ,છેડતી તથા ઘરફોડ ચોરીના ગુના ના મુખ્ય આરોપી તથા સહ આરોપીઓ તેમજ ભોગ બનનાર બાળકીને શોધી કાઢતી ફતેપુરા પોલીસ

આજે તારીખ 19 જુલાઈ 2021ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીબી બરન્ડા એ તાબાના માણસોની 3 અલગ અલગ ટીમો બનાવી અપહરણના ગુનામાં આ આરોપીઓ તથા ભોગ બનનાર બાળકી ને શોધવા માટે ખાનગી બાતમીદારો તથા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં આરોપીઓ તથા ભોગ બનનાર બાળકી રાજસ્થાન રાજ્યના સેન્ડ ગડુલી ગામે હોવાની માહિતી મળતા રાજસ્થાનના સેન્ડ ગડુલી ગામે જઇ ને આરોપીઓ તથા ભોગ બનનાર બાળકીને આરોપીઓના કબજામાંથી સહિ સલામત પરત મેળવી છે

 

બનાવની હકીકત એવી છે કે ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે રહેતા આરોપી આનંદભાઇ મલજીભાઇ પારગી એ ફરિયાદી બહેન પાસે છેલ્લા ચારેક મહિનાથી બિભત્સ માંગણીઓ કરી તેની પાછળ પાછળ ફરતો હોઇ બનાવના દિવસે ફરિયાદી બહેન તેના ઘરે એકલી હોય તે દરમિયાન આરોપી ફરિયાદી પાસે આવી ફરિયાદીને ખેંચતાણ કરી મારી સાથે ચાલ તેમ કેહતા ફરિયાદીએ આરોપીની માંગણી ન સ્વીકારી હતી અને ફરિયાદીએ આ બનાવ ની જાણ તેના પતિ તથા સાસુ સસરા ને કરતા આ બનાવ સંબંધે ફરિયાદીએ આરોપી વિરુદ્ધ માં ફરિયાદ આપવા જતા પોતાના વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ ના નોંધાવે તે સારું આરોપી આનંદભાઈ મલજીભાઈ પારગીએ તથા બીજા આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીની બે વર્ષની પુત્રીનું અપહરણ કર્યું હતું અને આરોપીઓ તથા સહ આરોપીઓએ સદર અપહરણ કરાયેલી બાળકીને લઈને રાજસ્થાન રાજ્યના સેન્ડ ગડુલી ગામે જતા રહ્યા હતા

આ ગુનામાં અપહરણ નો ભોગ બનનાર બાળકી ઉં.2 વર્ષની નો કબજો મેળવવા ફતેપુરા પોલીસ સ્ટેશનના પી એસ.આઇ. એ ઉપરી અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી મંજૂરીની અપેક્ષાએ રાજસ્થાનના સેન્ડ ગડુલી ગામે પોલીસની ટીમ સાથે ખાનગી વાહનમાં જઇ અને વ્યૂહાત્મક રીતે છટકું ગોઠવી ભોગ બનનાર બાળકી ઉંમર વર્ષ 2 ને આરોપીઓના સંકજામાંથી મુક્ત કરાવી સહી સલામત રીતે પરત મેળવી લાવવામાં સફળતા મેળવેલ છે તેમજ આરોપી (1)આનંદભાઈ મલજીભાઇ પારગી
(2)પ્રકાશભાઈ ઉર્ફે પરતેશભાઈ હકરાભાઈ પારગી
(3)પપ્પુભાઈ ચીમનભાઈ પારગી ને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે

આ ગુનાનો મુખ્ય આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે આ આરોપી સામે ફતેપુરા પોલીસ મથકે ચાર ગુના અને લુણાવાડા પોલીસ મથકે એક ગુનો એમ કુલ પાંચ ગુના નોંધાયેલા છે

આ કામગીરીમાં ફતેપુરાના પી.એસ.આઇ. સી.બી. બરંડા સહિત ફતેપુરા પોલીસ મથકના સ્ટાફના માણસો(1(
મુકેશકુમાર ઉદેશસીહ
(2)વિનુજી મેરુજી (3)કલ્પેશકુમાર ડાયાભાઈ (4)પીન્ટુભાઇ સુભાષભાઈ (5)દિપકકુમાર ચંદ્રસિંહ (6)લાલસીંગ ભાઈ વિરકાભાઇ એ કરી હતી

આમ ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇએ ગુનો દાખલ થયાના ગણતરીના દિવસોમાં જ આરોપીઓ નો પત્તો મેળવી ફતેપુરા પોલીસ સ્ટેશન ની ટીમે અપહરણના ગુનામાં ભોગ બનનાર બાળકી પરત મેળવી ત્રણ આરોપીઓ ઝબ્બે કરવામાં સફળતા મેળવી છે

Related Post

Verified by MonsterInsights